છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો, જાણો કેટલાં કેસ નોંધાયા?

coronavirus-india-updates-total-number-of-cases-at-1345-death-toll-rises-to-43

દુનિયાના 180 દેશમાં કોરોના વાઈરસનો કહેર છે અને ભારતમાં પણ કોરોના વાઈરસના દર્દીઓ ઝડપથી વધી રહ્યાં છે. દુનિયામાં સાડા 8 લાખથી વધારે લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે 42 હજારથી વધારે લોકોના મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા લોકડાઉનની વચ્ચે પણ વધી રહી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 300થી વધારે કેસ સામે આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વના 107 દેશમાં કોરોનાના લીધે હાહાકાર પણ ચીનથી આવ્યા સારા સમાચાર!

UPDATE : In Gujarat, Total 63 tested positive for coronavirus till the date | Tv9

આ પણ વાંચો :  મોલ ખૂલતાં જ ખરીદી માટે લોકોની ભીડ જામી, સરકારે આપી આ સલાહ, જુઓ VIDEO

Covidindia.org વેબસાઈટના ડેટા પર નજર કરીએ તો કોરોના વાઈરસના કેસ 1745 ભારતમાં નોંધાયા છે. જેમાં 1540 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારી વાત એ પણ છે કે 151 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે 54 લોકોના મોત થયા છે.

READ  Bhakti : Haridwar Ganga-Snan Mahima

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મંગળવારના રોજ દેશમાં કોરોના વાઈરસના કુલ 315 કેસ સામે આવ્યા છે. આ પહેલીવાર બન્યું છે કે દેશમાં 300થી વધારે કેસ એક જ દિવસમાં સામે આવ્યા હોય. દેશમાં કોરોના વાઈરસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના માધ્યમથી ના ફેલાય તે માટે 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેનો આજે 8મો દિવસ છે અને ત્યારે સૌથી વધારે કેસ આ દિવસે નોંધાયા છે. દિલ્હીમાં કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે અને સરકાર મોબાઈલ ફોન દ્વારા તેને ટ્રેસ કરી રહી છે કે તેઓ ઘરની બહાર તો નથી નીકળી રહ્યાં ને?

READ  અમદાવાદ: ટેનિસ કોર્ટ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ છતાં જુઓ કેવી છે હાલત!

 

Oops, something went wrong.
FB Comments