VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 31,324 પર પહોંચ્યા, મોતનો આંકડો 1 હજારને પાર

Coronavirus LIVE updates: India cases rise to 31,324

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1866 વધીને 31 હજાર 324 પર પહોંચી ગઈ છે. અને વધુ 69 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1 હજારને પાર થઈ ગયો છે. તો 7 હજાર 747 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધી 400 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 9 હજાર 282 કેસ પોઝિટિવ નોંધાયા છે.

READ  તમારા વાહન માટે આવી રહ્યું છે એવું ટાયર કે નહીં થાય પંચર, હવા ભરવાની ઝંઝટમાંથી પણ મળશે છૂટકારો!

 

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 692 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દિલ્લીમાં નવા 206 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 3 હજાર 314 થઈ ગયો છે. અને 54 લોકોનાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 120 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 2,387 પર પહોંચી ગયો છે. અને 120 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 2058 કેસ અને 25નાં મોત થયા છે. રાજસ્થાનમાં 2364 કેસ અને 52નાં મોત થયા છે. તો ઉત્તરપ્રદેશમાં 2053 કેસ અને 34નાં મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભરૂચમાં કારને નડ્યો અકસ્માત! ઘટનામાં 3 લોકોના મોત, જુઓ VIDEO

FB Comments