VIDEO: 25 માર્ચ સુધી રાજ્યના 6 જિલ્લા રહેશે લોકડાઉન, કામ વગર બહાર નીકળનારા સામે પોલીસ કરશે કાર્યવાહી

Coronavirus Lockdown has been imposed in 6 districts of Gujarat till March 25

ગુજરાત સરકારે કોરોના વાયરસની સાવચેતી માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના 6 જિલ્લામાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં 25 માર્ચ સુધી લોકડાઉન એટલે કે સંપૂર્ણ બંધ રખાશે. સાથે સરકારે એ પણ કહ્યું છે કે, આ શહેરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, દૂધ, શાકભાજી, કરીયાણાની દુકાન તથા મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે. તમામ પ્રાઈવેટ ઓફિસો તથા અન્ય દુકાનો, ફેક્ટરીઓ 25 માર્ચ સુધી લોક ડાઉન રહેશે.

READ  Top News Headlines @ 7 PM : 21-11-2016 - Tv9 Gujarati

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસની સંખ્યા 400ની નજીક પહોંચી, 10થી વધારે રાજ્ય પુરી રીતે બંધ

ઉલ્લેખનીય છે કે, કોરોનાની દહેશતના કારણે રાજ્ય સરકારે આ કડક નિર્ણય લેવો પડ્યો છે. સરકારે કહ્યું છે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે લોકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, જે લોકો હોમ કોરોન્ટાઈન છે તેઓએ ઘરની બહારજરા પણ ન નીકળવું સાથે કોઈની સાથે સંપર્ક ન કરવો, જે તે લોકો આ પ્રકારનું કોઈ પણ પગલું ભરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા ભરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Cong leader Shaktisinh Gohil offers condolences to family of martyred Dinesh Borase - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments