VIDEO: આવતીકાલથી રાજ્યમાં દુકાનો ખુલશે પણ શરતો લાગુ

coronavirus-lockdown-shops-in-gujarat-to-be-opened-from-tomorrow-all-you-need-to-know-aavtikal-thi-rajya-ma-dukano-khulse-pan-sharato-lagu

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવી છે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રોજ ખોરાકમાં લેવામાં આવતી 3 વસ્તુઓ, તમારી કિડની માટે જીવલેણ છે! જુઓ VIDEO

ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. જે દુકાનો-ધંધા વ્યવસાયને છૂટ આપવામાં આવી છે, તે વિસ્તાર કન્ટેઈનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઈશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ ઉમિયાનગર આકાશી નજારો

 

મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં IT તેમજ ITES ઈન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઈન્ડસ્ટ્રી કન્ટેઈનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઈન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments