તબલીગી જમાત પર સરકાર એક્શનમાં, 960 વિદેશી બ્લેકલિસ્ટ તો વિઝા પણ રદ

coronavirus-ministry-of-home-affairs-blacklisted-960-foreigners-canceled-all-visas

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે દિલ્હીના નિઝામુદીન ખાતે તબલીગી જમાતના 960 વિદેશી લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને લખ્યું કે આ તમામ 960 લોકોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. વધુમાં તેમના પર્યટક વીઝા પણ રદ કરી દેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો કેર યથાવત, દર્દીઓનો આંકડો 416 થયો

READ  દુનિયામાં 21 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત, અત્યાર સુધી 1.45 લાખ લોકોના મોત

આ પહેલાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે જાણકારી આપી કે દેશભરમાંથી મરકજ સંમેલનમાં તબલીગી જમાતના લોકોએ હાજરી આપી હતી. આ સંમેલનમાં હાજરી આપનારા તબલીગી જમાતના લોકો અને તેના સગા સંબંધીઓ એવા 9 હજાર લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગૃહ મંત્રાલયે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે તબલીગી જમાત, નિઝામુદીન કેસમાં દિલ્હી પોલીસ અને અન્ય સંબંધિત રાજ્યોની પોલીસના મહાનિર્દેશકોવને વિદેશી અધિનિયમ, 1946, આપદા પ્રબંધન અધિનિયિમ, 2005નું ઉલ્લંઘન કરવા બદલ 960 વિદેશીઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તબલીગી જમાતના કાર્યક્રમમાં આવેલાં લોકોમાંથી 400 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામને અલગ અલગ રાજ્યોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

READ  મોટી આવક ધરાવતા 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને લઈને સરકારે કર્યો આ નિર્ણય, વાંચો વિગત

 

Oops, something went wrong.
FB Comments