આજે 10 વાગ્યે RBIના ગર્વનરની પત્રકાર પરિષદ, થઈ શકે છે મોટી જાહેરાત

coronavirus modi government economic package rbi governor shaktikant das press confrence aaje 10 vagye RBI na governor ni PC Thai shake che moti jaherat

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને મોદી સરકારે લગભગ 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. દેશની સામે આ પેકેજની માહિતી નાણાપ્રધાન આપી ચૂક્યા છે. હવે આ પેકેજને લઈ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસ આજે પત્રકાર પરિષદ કરવાના છે. આ પહેલા RBIના એક ડાયરેક્ટર અને RSSથી જોડાયેલા સતીશ કાશીનાથ મરાઠેએ મોદી સરકારના રાહત પેકેજ પર સવાલ ઉઠાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટો ભડકો થવાના એંધાણ, અડવાણી બાદ જોશીએ પાર્ટીને યાદ કરાવ્યા 'સંસ્કાર'

સતીશ કાશીનાથ મરાઠેએ કહ્યું હતું કે રાહત પેકેજ સારૂ અને પ્રગતિશીલ વિચારવાળું છે પણ આ અર્થવ્યવસ્થાને ઉગારવામાં અગ્રિમ યોદ્ધાઓના રૂપમાં બેન્કોને શામેલ કરવાના મામલે નિષ્ફળ રહ્યું છે. 3 મહિનાનો મોરેટોરિયમ પર્યાપ્ત નથી. NPA, પ્રોવિઝનિંગમાં નરમી વગેરે રાહત પેકેજનો ભાગ હોવો જોઈતો હતો, જેથી ભારતને એક વખત ફરી વિકાસના રસ્તા પર લઈ જાય.

READ  ખેડામાં પોલીસ દંપતીએ દીકરી ગુમાવી તો પણ અધિકારીઓએ માનવતા ના દાખવી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ 12 મેના રોજ કોરોનાથી પ્રભાવિત દેશવાસીઓ અને અર્થવ્યવસ્થાને બચાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સતત 5 દિવસ પત્રકાર પરિષદ કરી, ઘણી જાહેરાતો કરી હતી. જેમાં MSMEને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનો પ્રસ્તાવ પણ હતો.

READ  ગાંધીનગર: પલીયડમાં ધાર્મિક કાર્યક્રમમાં આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, અન્ય 20 લોકો નેગેટિવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments