સર્કલમાં રહો સુરક્ષિત રહો: કોરોના વઈરસની કડી તોડવા પાટણ નગરપાલિકાનો નવતર પ્રયોગ, જુઓ VIDEO

Coronavirus: Patan Nagarpalika draws circles outside shops to maintain social distance

કોરોના વાઈરસની કડી તોડવા માટે સોશિયલ ડિસ્ટન્સ ખૂબજ જરૂરી છે. પરંતુ જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તો લોકો કેવી રીતે અંતર રાખશે? સવાલ પાટણ નગરપાલિકાના સત્તાધીશોને થયો. જેથી પાટણ પાલિકાએ એક નવતર પ્રયોગ અપનાવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: લૉકડાઉનમાં જીવન જરૂરી વસ્તુ લેવા નીકળ્યા લોકો, કરિયાણાની દુકાનો ચાલુ હોવા છતા લાગી રહી છે કતાર

READ  સમગ્ર વિશ્વમાં કોરોનાના 7.22 લાખ કેસ, 33 હજારથી વધુ લોકોના મોત

જેનાથી ગ્રાહકો વસ્તુ પણ ખરીદી શકશે અને એકબીજાથી અંતર પણ રાખી શકશે. પાલિકા તંત્રએ કરિયાણાની દુકાનો અને મેડિકલ સ્ટોર્સની બહાર લોકો ઉભા રહી શકે તેટલા આકારના સર્કલ દોર્યા છે. અને દરેક સર્કલ વચ્ચે જરૂરી અંતર રાખવામાં આવ્યું છે. જેથી કોઈ ગ્રાહક એકબીજાના સંપર્કમાં ન આવી શકે. પાલિકાએ આ નવતર પ્રયોગ કોરોનાની કમર તોડવા માટે અપનાવ્યો છે.

READ  ભારત-પાક. સરહદથી માત્ર 33 કિમી દૂર આવેલા અમૃતસરમાં મોડી રાત્રે આવ્યા ધડાકાના અવાજ, સોશિયલ મીડિયા પર લોકોએ આપી માહિતી

Facebook New Code

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકો પણ પાટણ નગરપાલિકાના આ નવતર પ્રયોગને સમર્થન આપી રહ્યા છે. જે કોઈ દુકાનો બહાર ચીજવસ્તુ ખરીદવા જાય છે. તેઓ ચુસ્તપણે નિયમોનો અમલ કરી રહ્યા છે.

FB Comments