કોરોના વાયરસ: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને આપો પેરોલ

Coronavirus: SC has ordered all states to consider releasing some prisoners on parole corona virus SC no mahatvapurn nirnay 7 years thi ochi sajavala kedio ne aapo parole

દેશમાં કોરોના વાયરસ મહામારીને જોતાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલું ભર્યુ છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં કેદીઓનો બોઝ ઓછો કરવાની જાહેરાત કરી છે. કોર્ટે કોરોના વાયરસના ખતરાને જોતાં તમામ રાજ્યો પાસેથી તેની પર રિપોર્ટ માગ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગુજરાતમાં લોકડાઉન લંબાશે કે નહીં? આવતીકાલે થશે જાહેરાત

ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે તમામ રાજ્ય એક હાઈ પાવર કમેટીનું ગઠન કરી વિચાર કરશે કે કયા કેદીઓને પેરોલ પર બહાર આવવા દેવામાં આવે અને કોને નક્કી સમય માટે વચગાળાના જામીન પર. તેમને કહ્યું કે ઘણા મામલામાં જેમને વધારેમાં વધારે 7 વર્ષની અથવા તેનાથી ઓછી સજા મળી છે, તેમને છૂટ આપી શકાય છે.

READ  VIDEO: કોરોના વાયરસને કારણે ટુરિઝમ સેક્ટરને ભારે નુકસાન, ટુરિસ્ટોએ ફોરેન ટુર કેન્સલ કરાવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોર્ટે સૂચન આપ્યું કે સાત વર્ષથી ઓછા સમય અને નાના ગુનાઓમાં સજા મેળવેલા દોષિતોને 6 અઠવાડિયા માટે પેરોલ આપવું યોગ્ય રહેશે. કોરોના વાયરસના કહેરને જોતાં છેલ્લા કેટલાક દિવસથી કોર્ટે ઐતિહાસિક પગલા ભરવાના સંકેત આપ્યા હતા. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ પણ દેશમાં વર્ચુઅલ કોર્ટ શરૂ કરવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

READ  કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું ભારતમાં 28 કેસ, બહારથી આવનારા તમામ લોકોની તપાસ થશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો કરી સીલ

FB Comments