દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 656 થઈ, 16 લોકોએ તોડ્યો દમ

Coronavirus: PPE like kits being manufactured in Ahmedabad| TV9News
તસ્વીર પ્રતિકાત્મક છે.

કોરોના વાઈરસના લીધે ભારતમાં ચિંતા વધી રહી છે કારણ કે પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. અલગ અલગ રાજ્યોમાં કોરોના પોઝિટિવના દર્દીઓ સામે આવી રહ્યાં છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 42 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે 4 લોકોના મોત થયા છે. દેશમાં કેસની સંખ્યા વધી રહી છે અને તેના લીધે તંત્ર પ્રતિબંધ વધારી રહ્યું છે. લોકોને પોતાના ઘરમાં જ રહેવા કહેવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના વાઈરસના કુલ 656 કેસ નોંધાયા છે જ્યારે 16 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લગ્નના ખર્ચથી થાય છે ટેન્શન? અપનાવો આ 7 ટિપ્સ અને બચાવો રૂપિયા! જુઓ VIDEO

Coronavirus: India enters 'total lockdown' after spike in cases

આ પણ વાંચો :  લોકડાઉનમાં લોકોને સરકારે શું આપ્યો લાભ? જાણો રાહત પેકેજની 10 મોટી વાત

દેશમાં અન્ય રાજ્યોની સાપેક્ષમાં મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ વધે નહીં તે માટે કર્ફ્યુની જાહેરાત કરી દેવાઈ છે. લોકો એકબીજાના સંપર્કમાં ન આવે તે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. ઉદ્ધવ સરકાર કડક થઈને લોકોની પાસેથી લોકડાઉનના નિયમોનું પાલન કરાવી રહી છે.

READ  અરવલ્લીઃ મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી 6 દર્દી ફરાર, કોરોના પોઝિટિવ બે દર્દી પણ થયા ફરાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજસ્થાનમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં કોરોના વાઈરસના કુલ 40 કેસ નોંધાયા છે. ભારતમાં કુલ 64,111 લોકો વિદેશથી પરત આવ્યા છે અને તેમની પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ 20 હજારથી વધારે લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેના લીધે જો કોઈને કોરોના વાઈરસનું સંક્રમણ થાય તો તેની ચેઈન બનતી અટકાવી શકાય. સરકાર કહીં રહી છે કે જો લોકો એ વાતનું ધ્યાન નહીં રાખે કે લોકડાઉન તેમના માટે જ છે અને બહાર નીકળશે તો કોરોના વાઈરસ સ્થાનિક રીતે ફેલાય શકે છે જે બાદ તેને રોકવો અશક્ય બની જશે. આમ કોરોના વાઈરસના કેસ રોકવા માટે ભારત સરકાર સતત લોકોને અપીલ કરી રહી છે કે પોતાના ઘરમાં જ રહો અને સરકારે જે નિયમો બનાવ્યા છે તેનું પાલન કરો.

READ  આ રીતે જાણી શકાશે છે કે દવા અસલી છે કે નકલી, સરકારે લીધો નવો નિર્ણય

 

Oops, something went wrong.
FB Comments