VIDEO: કેન્દ્રિય ગૃહ વિભાગની ટીમના અમદાવાદમાં ધામા, વહીવટી તંત્રના સત્તાધીશો પાસેથી સ્થિતિનો તાગ મેળવશે

Coronavirus: Team of Home department from Centre in Ahmedabad to take stock of COVID-19 situation

અમદાવાદમાં કોરોનાનું સંકટ વધતાં કેન્દ્રીય ગૃહવિભાગની ટીમે ધામા નાખ્યા છે. ગૃહવિભાગના અધિકારીઓએ હોટેલ હયાતમાં બેઠક યોજી છે. આ બેઠકમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર હાજર રહ્યા છે. કેન્દ્રની ટીમ અમદાવાદના વહીવટી તંત્રના સત્તાધીશો પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવશે.

બેઠકમાં આગામી સમયમાં કેવી કામગીરી રહેશે તેના પર ચર્ચા થઈ શકે છે. હોસ્પિટલોની વ્યવસ્થા, મેડિકલના સાધનો અને કોરોનાની ટેસ્ટ કિટ અંગે ચર્ચા થઈ શકે છે. કેન્દ્રની ટીમ કોટ વિસ્તાર અને કરફ્યૂ મુક્ત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

FB Comments