દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 20 થયો, પોઝિટિવ કેસની સંખ્યા 830થી વધુ નોંધાઈ

Coronavirus: Total Covid-19 cases in India rise to 830, death toll at 20

દેશભરમાં લાગુ થયેલા 21 દિવસના લૉકડાઉનનો આજે ચોથો દિવસ છે. આ સાથે જ કોરોના વાઇરસનો ભારતમાં પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો આંકડો ભારતમાં 830ને પણ પાર કરી ગયો છે. તો અત્યાર સુધી ભારતમાં કોરોનાના 20 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી પીડિત 66 દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફરી ચૂક્યા છે.

READ  કોરોનાને રોકવા બોપલ નગરપાલિકાનો એક્શન પ્લાન, શાકભાજીવાળાઓને અપાયા આઈકાર્ડ

આ પણ વાંચો: કોરોના વાઈરસ: દુનિયાભરમાં 5,96,700 લોકો સંક્રમિત, 27,352થી વધુ લોકોના મોત

બીજી બાજુ લૉકડાઉનના કારણે શ્રમિક અને ગરીબ વર્ગને ભારે હાલાકી પડી રહી છે. ગુજરાત અને દેશભરમાં શ્રમિકોએ પોતાના વતન તરફ દોટ મૂકી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે નોઇડામાં આજથી આવશ્યક ચીજવસ્તુઓની ડોર ટુ ડોર ડિલિવરી કરવામાં આવશે. મહત્વનું છે કે ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોનો આંકડો 147 થઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતમાં કોરોનાની ઐસી કી તૈસી, ચાલુ ફરજે નવ TRBનાં જવાનોએ કરી જન્મદિવસની જાહેરમાં ઉજવણી, રીટર્ન ગિફ્ટમાં પોલીસ અધિકારીઓ કર્યા તમામને સસ્પેન્ડ

 

FB Comments