નિષ્ણાંતો અને રાજ્યોની અપીલ બાદ લોકડાઉન અંગે સરકાર લઈ શકે આ નિર્ણય

corona same samagra desh thayo ek Janta Curfew ni ahmedabad sahit desh na tamam sheharo ma asar juvo photos

લોકડાઉનને લઈને સવાલ ઉઠી રહ્યો છે શું સરકાર તેને લંબાવશે કે નહીં? આ અંગે કેન્દ્ર સરકાર પણ રાજ્યો પાસેથી સલાહ માગી રહી છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર લોકડાઉનનો સમયગાળો વધારી શકે છે. ઘણાંબધાં રાજ્યોની સરકાર અને નિષ્ણાંતોએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવે. જો કે કેન્દ્ર સરકારે આ અંગે કોઈ જ નિર્ણય લીધો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગ સાથે સમર્થકો ભૂખ હડતાળ પર ઉતર્યા, જુઓ VIDEO

Coronavirus: India enters 'total lockdown' after spike in cases

આ પણ વાંચો :  કોરોનાના વાઇરસને નિષ્ક્રીય બનાવવા મોટા પાયે થશે દવાનું ઉત્પાદન

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે પણ મંગળવારના રોજ જાણકારી આપી કે લોકડાઉન અંગે રાજ્યો પાસેથી રિકવેસ્ટ આવી રહી છે. જો કોઈ નિર્ણય લેવાશે તો જાણકારી આપીશું. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કહ્યું હતું કે સરકાર આ અંગે યોગ્ય સમય આવશે ત્યારે સરકાર નિર્ણય કરશે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે લોકો લાંબી દોડ માટે તૈયાર રહે અને જેના લીધે પણ કયાશ લગાવવામાં આવી રહ્યાં છે લોકડાઉનનો સમયગાળો સરકાર વધારી શકે છે.

READ  અમદાવાદના જુહાપુરામાં પોલીસની ગાડી પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે પણ સરકારને અપીલ કરતાં કહ્યું કે લોકડાઉનને આગળ વધારવામાં આવે. તેમણે ઉમેર્યું કે અત્યારે જીવ બચાવવાનો સમય છે. અર્થવ્યવસ્થાને તો આપણે પછી પણ બચાવી શકીશું. ઉત્તરપ્રદેશ સરકારે જાણકારી આપી કે લોકડાઉન ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે રાજ્યમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં આવે. આમ લોકડાઉન વધારવાને લઈને સરકાર વિચારણા કરી રહી છે.

READ  કમલેશ તિવારી મર્ડર કેસ: સુરત પોલીસે 3 લોકોની કરી ધરપકડ, જુઓ VIDEO

 

 

Oops, something went wrong.
FB Comments