કોરોના વાયરસથી નવજાત બાળક થયું સંક્રમિત, દુનિયાનો પ્રથમ કેસ

coronavirus youngest victim newborn baby with mother in london Corona virus thi Navjat balak thayu sankramit duniya no pratham case
પ્રતીકાત્મક તસ્વીર

કોરોના વાયરસની દહેશત દુનિયાના તમામ દેશોમાં છે. ત્યારે એક નવજાત બાળકને કોરોના વાયરસ થયો છે. સૌથી ઓછી ઉંમરમાં સંક્રમણનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ મામલો લંડનમાં સામે આવ્યો છે. આ નવજાત બાળકની માતાને લાગી રહ્યું હતું કે બાળકને ન્યૂમોનિયા થયો છે પણ જ્યારે મહિલા પોતાના બાળકને લઈ હોસ્પિટલ પહોંચી તો તપાસ પછી ખબર પડી કે બાળક કોરોના વાયરસથી સંક્રમિત છે.

coronavirus youngest victim newborn baby with mother in london Corona virus thi Navjat balak thayu sankramit duniya no pratham case
પ્રતીકાત્મક તસ્વીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  31 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યા સુધી જ પાર્ટી કરી શકાશે, સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે

એક અહેવાલ મુજબ માતા અને બાળક કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. નોર્થ મિડિલસેક્સ યૂનિવર્સિટી હોસ્પિટલમાં એકને સ્પેશિયલ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ત્યારે બીજાને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. મહિલાને બાળકના જન્મના થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકના જન્મ પછી એવું લાગ્યુ કે તેને ન્યૂમોનિયા થયો છે પણ જ્યારે તપાસ કરવામાં આવી તો બંને કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા.

READ  CM રૂપાણીનો ગુજરાતવાસીઓને સંદેશ, સારવાર મુદ્દે નિશ્ચિંત રહેવાની આપી ખાતરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલમાં બંનેને અલગ કરી દેવામાં આવ્યા છે. ડૉક્ટર એ વાતની તપાસ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે કે બાળક ગર્ભમાં જ કોરોનાથી સંક્રમિત થયું હતું કે જન્મ થયા પછી સંક્રમિત થયું છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસના 798 કેસ સામે આવી ચૂક્યા છે અને અત્યાર સુધી 10 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાયરસના સંક્રમણમાં 35 ટકાનો વધારો થયો છે.

READ  ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વડોદરા: પોલીસકર્મીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ!, પોલીસે આરોપીની ધરપકડ કરી નોંધ્યો ગુનો

 

Oops, something went wrong.
FB Comments