અમદાવાદમાં PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ કોર્પોરેશન કાર્યરત

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે રસ્તા, પાર્કિંગ, બસ, લાઈટિંગ, પીવાના પાણી, ટોઈલેટ વાન સહિતની જવાબદારી નિશ્ચિત કરી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદનથી વધુ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ હોવાનો કિસાન કોંગ્રેસ સેલનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને વિવિધ જવાબદારી સોંપીને કોઈ ખામી ન રહી જાય તે માટે કામે લગાવવામાં આવ્યા છે. આ પરિપત્રમાં મોદી-ટ્રમ્પની મુલાકાતની તારીખનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ તંત્ર મુલાકાતને ભવ્ય બનાવવાની તૈયારીઓમાં અત્યારથી જ લાગી ગયું છે.

READ  રાજ્યસભામાં પ્રદૂષણની ચર્ચામાં 'બકરી'નું નામ આવ્યું અને નેતાઓ હસી પડ્યાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments