• March 26, 2019

પ્રણવ મુખર્જીનો પ્રહાર- ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ, વધી ગઈ અસહિષ્ણુતા!

Country passing through a difficult phase says Pranab Mukherjee

Country passing through a difficult phase says Pranab Mukherjee

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું કહેવું છે કે જ્યારે દેશ બહુવચનવાદ અને સહિષ્ણુતાનું સ્વાગત કરવામાં માને છે અને ભિન્ન ભિન્ન સમુદાયોમાં સદભાવને પ્રોત્સાહિત કરે છે. આપણે પણ નફરતના ઝેરને સાફ કરીએ છીએ અને દૈનિક જીવનમાં ઈર્ષ્યા તેમજ આક્રમક્તાને દૂર કરીએ છીએ ત્યારે શાંતિ અને ભાઈચારાની ભાવના જન્મે છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશમાં વધતી જતી અસહિષ્ણુતા અને માનવાધિકારોનું હનન તેમજ દેશનું મોટા ભાગનું ધન શ્રીમંતોના ખિસ્સામાં જતું હોવાથી ગરીબો સુધી વધી રહેલી ખીણ પર ચિંતા જાહેર કરી છે.

દિલ્હીમાં ‘શાંતિ, સદભાવ અને પ્રસન્નતા તરફ: સંક્રમણથી પરિવર્તન’ વિષય પર શુક્રવારે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતી વખતે મુખર્જીએ કહ્યું,
“જે દેશે ‘વસુધૈવ કુટુંબકમ’ તેમજ સહિષ્ણુતાનો સાંસ્કૃતિક લોકાચાર, સ્વીકાર્યતા તેમજ ક્ષમાનો ખયાલ દુનિયાને પૂરો પાડ્યો હોય તે દેશમાંથી હવે વધતી જતી અસહિષ્ણુતા, ગુસ્સો વ્યક્ત કરવાની તેમજ માનવાધિકારોના ભંગની ખબરો આવી રહી છે.”

એવું નથી કે પ્રણવ મુખર્જીએ પહેલી વખત અસહિષ્ણુતા અંગે ઉલ્લેખ કર્યો હોય. તેઓ પહેલા પણ ઈશારો-ઈશારોમાં દેશમાં વધતી જતી અસહિષ્ણુતા પર નિરાશા વ્યક્ત કરી ચૂક્યા છે. આ સમારોહનું આયોજન પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન તેમજ સેન્ટર ફોર રિસર્ચ ફોર રૂરલ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું,

“એ દેશોમાં વધારે ખુશહાલી હોય છે જે પોતાના નિવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓ તેમજ સંસાધનની ન માત્ર બાંહેધરી આપે પરંતુ પૂરા પણ પાડે. એટલું જ નહીં, દેશની દરેક વ્યક્તિને અધિક સુરક્ષા મળે, સ્વાયત્તા મળે, અને લોકોની દરેક જગ્યાએ પહોંચ હોય. જ્યાં વ્યક્તિગત સુરક્ષાની ગેરંટી હોય છે ત્યાં લોકતંત્ર સુરક્ષિત હોય છે અને ત્યાં લોકો વધુ ખુશ રહે છે.”

મુખર્જીએ વધુમાં કહ્યું,

“આર્થિક પરિસ્થિતિઓની પરવાહ કર્યા વગર લોકો શાંતિના વાતાવરણમાં ખુશ રહે છે.”

આંકડાઓનું વર્ણન કરતા તેમણે કહ્યું,

“જો આ આંકડાઓની ઉપેક્ષા કરવામાં આવશે તો પ્રગતિશીલ અર્થવ્યવસ્થામાં પણ આપણી ખુશીઓ ઓછી થઈ જશે. આપણે વિકાસના ઢાંચા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.”

મુખર્જીએ સવાલ કર્યો કે શું એ સંવિધાનની પ્રસ્તાવનાનું પાલન થઈ રહ્યું છે જે સામાજિક-આર્થિક તેમજ રાજનૈતિક ન્યાય, અભિવ્યક્તિની આઝાદી તેમજ ચિંતન, દરજ્જો તેમજ અવસરની સમાનતાની ગેરંટી આપે છે? તેમણે કહ્યું કે સામાન્ય લોકોની પ્રસન્નતાના રેંકિંગમાં ભારત 113મા સ્થાન પર છે જ્યારે કે ભૂખ્યા લોકોના સૂચકાંકમાં ભારતનું સ્થાન 119મું છે. આ પ્રકારની સ્થિતિ કુપોષણ, આત્મહત્યા, અસમાનતા તેમજ આર્થિક સ્વતંત્રતાની રેટીંગમાં છે.

અનુભવી વ્યક્તિના સૂચનનો સ્વીકાર

પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન પર કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું કહેવું છે કે ક્યારેક કોઈ અનુભવી વ્યક્તિ સલાહ-સૂચન આપે તો તેનો સ્વીકાર કરવો જોઈએ. પ્રણવ દા એક કાબેલ અને અનુભવી રાજનેતા છે. તેમને પણ માલૂમ છે કે સહિષ્ણુતા દેશનું DNA છે. જે સૌહાર્દ છે તે દેશની સંસ્કૃતિ છે. દેશના સંસ્કાર અને સંસ્કારિતાને ન કોઈ નબળું બનાવી શક્યું છે અને નબળું નહીં થઈ શકે.

3 વર્ષ પહેલા પણ વ્યક્ત કરી હતી નિરાશા

3 વર્ષ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ રાષ્ટ્રપતિકાળ દરમિયાન પણ પ્રણવ મુખર્જીએ દેશની હાલત પર નિરાશા વ્યક્ત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે અસહિષ્ણુતાથી ખૂબ નુક્સાન થઈ રહ્યું છે. સૌની આત્મસાત કરવાની તેમજ સહિષ્ણુતાની પોતાની શક્તિના કારણે જ ભારત દેશ સમૃદ્ધ થયો છે. વિવિધતા જ ભારતની એકતા છે અને આપણે કોઈ પણ કિંમત પર તેની રક્ષા કરવી રહી.

રાષ્ટ્રીય પદ પરથી હટ્યા બાદ આ વર્ષે જૂન મહિનામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે નફરત અને અસહિષ્ણુતાના કારણે આપણી રાષ્ટ્રીય ઓળખ ખતરામાં છે. જવાહરલાલ નેહરૂએ કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રવાદમાં દરેક પ્રકારની વિવિધતા માટે જગ્યા છે. ભારતમાં, રાષ્ટ્રવાદમાં બધા લોકોનો સમાવેશ થઈ જાય છે. તેમાં જાતિ, ધર્મ કે ભાષાના આધારે કોઈ ભેદભાવ નથી.

ત્યારે તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું,

“આપણે સહમત થઈ શકીએ છીએ, અસહમત હોઈ શકીએ છીએ પરંતુ આપણે વૈચારિક વિવિધતાને દબાવી નથી શકતા. 50 વર્ષોથી વધુ સાર્વજનિક જીવન વીતાવ્યા બાદ હું કહી રહ્યો છું કે બહુવચનવાદ, સહિષ્ણુતા, મિશ્રિત સંસ્કૃતિ, બહુભાષીકરણ જ આપણા દેશની આત્મા છે.”

[yop_poll id=”35″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Disappointed with party, Congress' Shamji Chauhan will resign tomorrow- Tv9

FB Comments

Hits: 540

TV9 Web Desk3

Read Previous

જો તમને સવારે ઉઠીને બ્રશ કર્યાં વગર પાણી પીવાની ટેવ છે તો…

Read Next

WhatsApp chat