ISIના એજન્ટ સહિત 4 આતંકિઓ ઘુસ્યા ભારતમાં, ગુજરાત સહિત દેશભરમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું

ISIના એજન્ટ સહિત ચાર આતંકીઓ ભારતમાં ઘૂસી જતા આખા દેશમાં હાઈઍલર્ટ આપવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનનો શંકાસ્પદ આતંકી ગુજરાતમાં ઘૂસ્યો હોવાની આશંકા છે. જેનો સ્કેચ પણ ગુજરાત પોલીસને સોંપવામાં આવેલો છે. તેની શોધખોળ ચાલી રહી છે. રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત દેશભરમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ડાંગમાં ભારે વરસાદ બાદ રસ્તા પર ભેખડ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી, વાહન વ્યવહાર થયો ઠપ્પ

રાજસ્થાનની સિરોહી પોલીસે જાણકારી આપી છે કે- આ આતંકવાદીઓ અફઘાનિસ્તાની પાસપૉર્ટના આધારે ભારતમાં ઘૂસ્યા છે. જેને પગલે ભીડવાળા વિસ્તારો, રેલવે, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિત તમામ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  જમ્મૂ કાશ્મીરના કુલગામમાં બે આતંકી ઠાર, કઠુઆના હીરાનગરમાંથી મળી આવ્યું શંકાસ્પદ કબૂતર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments