પોસ્ટ ઓફિસના એજન્ટથી રહો સાવધાન! તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જુઓ VIDEO

પંચમહાલના કાલોલમાં દંપતીએ કરેલી ઉચાપતનો આંકડો 5.5 કરોડને પાર પહોંચ્યો છે અને વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દંપતિના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અગાઉ 10 દિવસના રિમાન્ડ દરમિયાન વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓની સંડોવણી સામે આવતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભોગ બનનારા વ્યક્તિઓની સંખ્યા પણ 23 થી વધીને 42 થઈ છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતિ ગ્રાહકોના નાણા શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગમાં વાપરતા હતા. પોલીસે એજન્ટ દંપતીના ઘરની તપાસ કરતા વેજલપુર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરના હોદ્દાનો સિક્કો, પોસ્ટ ઓફિસની 750 પાસબૂકો, કોરા ચેક અને પોસ્ટની 25 કોરી ચેકબૂકો પણ મળી આવી છે. જો વધુ તપાસ કરવામાં આવે તો ઉચાપતનો આંકડો 10 કરોડ સુધી પહોંચે તેવી આશંકા છે.

READ  Rs.20 lakh bribe case ; ACB puts up posters across Vadodara - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોના વાઈરસને લઈને WHOએ આપી આ એક મોટી ચેતવણી

 

FB Comments