સુરત: આરોપીને મળી ફાંસીની સજા, સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી. દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ફાંસીની સજા સંભળાવી. ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો, બાદમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ચકચારી કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ, મેડિકલ પુરાવા, FSL પુરાવા, CCTV ફૂટેજ વગેરેના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકીની માતાએ પણ ચુકાદાને આવકાર્યો હતો અને દીકરીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

READ  Police gets stricter against bootleggers in Gujarat.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ કેસની વિગત એવી છે કે, ગોડાદરામાં રહેતો અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી 3 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી. બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું અને પોતે ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી અને આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો. CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઇ હતી. સરકારના આદેશને પગલે સ્પિડ ટ્રાયલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે સરકારે તો 2 જ અઠવાડિયામાં કેસના નિકાલનો આદેશ કર્યો હતો.

READ  અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એક વ્યક્તિએ Zamoto માં ફૂડ ઓર્ડર કેન્સલ કર્યો, કારણ જાણશો તો ચોંકી જશો!

376ના કેસમાં તાજેતરમાં જ સુધારો કરાયો છે. જેથી બાળકીઓ પરના બળાત્કારના કેસમાં ફાંસીની સજા થઈ શકે છે. માત્ર 9 મહિના જેટલા સમયમાં જ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો હતો.

READ  Five nabbed with scrapped notes of Rs 1 crore in Rajkot - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

Flights cancelled due to coronavirus, 200 indians stranded in Iran | Tv9GujaratiNews

FB Comments