યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂર 11 માર્ચ સુધી EDના રિમાન્ડ પર

court orders police custody for yes bank founder rana kapoor till march 11 yes bank na founder Rana Kapoor 11 March sudhi ED na remand par

યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરને સેશન કોર્ટે 11 માર્ચ સુધી EDના રિમાન્ડમાં મોકલી દીધા છે. પૂછતાછ માટે EDએ 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી પણ કોર્ટે 11 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં રાણા કપૂરના પક્ષથી કહેવામાં આવ્યું કે રાણા કપૂરને ભ્રમવાળી બીમારી છે. તેની સારવાર ચાલુ છે, તેથી તેમને સારવારની જરૂરિયાત છે, સાથે જ તે 3 દિવસથી ઉંઘ્યા પણ નથી.

READ  વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, અત્યાર સુધી 1 લાખથી વધુનાં થયા મોત

YES Bank founder Rana Kapoor ni dharpakad aaje savare 11 vagye coury ma raju karase

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેની પર EDના વકીલે કહ્યું કે રાણા કપૂર કોઈ પણ પ્રકારનો સહયોગ નથી કરી રહ્યા. અરેસ્ટ મેમો પર હસ્તાક્ષર પણ નથી કરી રહ્યા. જ્યારે તપાસ અધિકારી તેમની બીમારીની સારવાર અને દવા માટે જવાબદાર છે, તે કાળજી લેશે.

READ  ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર સોશિયલ મીડિયામાં ટ્રોલ, નાગરિકતા સંશોધન બિલ પર કરી હતી આ ટિપ્પણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તમને જણાવી દઈએ કે શુક્રવાર મોડી રાત્રે EDએ મુંબઈના વર્લી સ્થિત રાણા કપૂરના ઘર પર છાપા માર્યા. ત્યારબાદ રાણા કપૂરની વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ (PMLA) હેઠળ કેસ દાખલ કર્યો છે. EDના દરોડા દરમિયાન યસ બેન્કથી જોડાયેલા દસ્તાવેજોને શોધ્યા છે, ત્યારે તેમની વિરૂદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી છે.

READ  ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ કરી રહેલા રાહુલ બોસનો VIDEO વાઈરલ, કારણ 2 નંગ કેળાનું બિલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરતના વરાછાની એક જ્વેલર શોપમાં માલિકની નજર ચૂકવીને ગણતરીની મિનિટમાં લાખોની ચોરી

FB Comments