દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા વિસ્મય શાહ સહિત 6 લોકોની જામીન અરજી કોર્ટે રાખી નામંજુર

Court rejects Vismay Shah bail plea

Court rejects Vismay Shah bail plea

બહુચર્ચિત BMW કેસના આરોપી વિસ્મય શાહ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 26 ડિસેમ્બરે અડાલજમાં આવેલ બાલાજી કુટીરમાં વિસ્મય તેના મિત્ર ચિન્મય શાહના ત્યાં ગયો હતો અને ત્યાં વિસ્મય સહિત 6 લોકો દારૂની મહેફિલ માણી રહયા હતા. જેની બાતમી મળતા પોલીસે રેડ કરી વિસ્મય સહિત 6 લોકોને ઝડપ્યા હતા. જેમની પાસેથી પોલીસે નશાનું સેવન કરતી વસ્તુ પણ કબ્જે કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

Vismay Shah

26 તારીખે વિસ્મય શાહ અને તેના મિત્રોને અડાલજ પોલીસે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા. જ્યા જામીન અરજી નામંજુર થતા તમામને જેલને હવાલે કરી દેવામાં આવ્યા હતા. આરોપીઓના પરિવાર દ્વારા ફરીવાર જામીન અરજી કરવામાં આવી. જેની સુનાવણીમાં આરોપીઓના વકીલો દ્વારા અલગ અલગ રજુઆત કરાઈ.  જે રજુઆતમાં આરોપી અભ્યાસુ અને તેમના જીવન પર અસર પડી શકે છે તેવી રજુઆત કરાતા કોર્ટે જવાબ આપ્યો હતો કે અભ્યાસુ હોવા છતાં આ પ્રકારની પ્રવુતિ કરતા પકડાયા તેમજ સરકાર દારૂબંધીને લઈને કડકાઈ અજમાવી રહી છે ત્યારે સમાજમાં એક દાખલો બેસાડવા માટે પકડાયેલા તમામની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.

[yop_poll id=389]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Water crisis over Rajkot averted after Aji dam water released- Tv9

FB Comments

Darshal Raval

Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192

Read Previous

૩૧મી ડિસેમ્બરે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા DGP શિવાનંદ ઝાએ કર્યા કડક આદેશ

Read Next

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા અંગે શું કહ્યું 2018ની છેલ્લી ‘મન કી બાત’માં… જુઓ VIDEO

WhatsApp chat