24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 4970 કેસ, 39 હજારથી વધારે લોકોએ કોરોના સામે જીત્યો જંગ

india-update-total-number-of-covid-19-cases-crosses-one-lakh-mark

દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે 5 હજારની નજીક કેસ સામે આવતા તે ચિંતાનો વિષય બન્યો છે. મંગળવારના રોજ કોરોના વાઈરસનો કુલ આંક 1 લાખને પાર પહોંચી ગયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લાં 24 કલાકમાં 4970 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 134 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,01,139 થઈ ગઈ છે. રાહતના સમાચાર એ છે કે દેશમાં અત્યારસુધીમાં 39714 દર્દીઓ કોરોનાના સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે અને પોતાના ઘરે પહોંચ્યા છે. રિકવરી રેટમાં પણ સુધારો નોંધાયો છે. નવો દર 38.73 નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતના ડિસ્કો રસ્તા પર એક રિક્ષા અચાનક જ પલટી મારી ગઈ, મારગ પર મોતની સવારી

Gujarat to ease lockdown, Red zones may not get benefits Lockdown 4 ma red zone sivay na rajya na tamam vistar ma chutchat male tevi shakyata- Sutra

આ પણ વાંચો : અમ્ફાન વાવાઝોડાના લીધે સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ, આ વિસ્તારોને કરાયા એલર્ટ

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઈરસના પોઝિટિવ કેસ

કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. સોમવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા 2033 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં કોરોનાના નવા 1185 કેસ સોમવારના દિવસે સામે આવ્યા હતા. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 21335 સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 1249 લોકોના મોત કોરોના વાઈરસના લીધે નીપજ્યાં છે.

READ  ભાવનગર: મોરારિ બાપુની મુલાકાત કરવા પહોંચ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Special trains to run for migrants to send them to their native Ahmedabad

દિલ્હીની વાત કરીએ તો નોએડામાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. સોમવારના રોજ નોએડામાં નવા 31 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 286 સુધી અહીં પહોંચી ગઈ છે. દેશમાં આઈસીએમઆર દ્વારા નવી ટેસ્ટ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.

READ  દેશમાં એક જ દિવસમાં કોરોનાના 10,014 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 3.43 લાખને પાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.

 

FB Comments