કોરોના સામેના જંગમાં લોકડાઉન 3.0ની સરકારે કરી જાહેરાત, 17મે સુધી રહેશે લાગુ

covid-19-mha-announces-extension-of-lockdown-for-two-more-weeks

દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વઘી રહ્યાં છે. આ સમયે કોરોનાની સામે લોકડાઉનની મુદતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. 3મે જે લોકડાઉન પુરુ થવા જઈ રહ્યું હતું તેને વધારવામાં આવ્યું છે. લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. 4મેથી હવે 17મે સુધી નવા લોકડાઉનની મુદત રહેશે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના લીધે કોરોના વાઈરસ પર નિયંત્રણ લાવવામાં સફળતા મળી છે. જેના લીધે ફરીથી કોરોના વાઈરસના કેસમાં વધારો થાય તેવું સરકાર ઈચ્છી રહી નથી. તેના લીધે લોકડાઉન ફરી એકવાર લંબાવવામાં આવ્યું છે.

READ  કોરોનાની સારવારના નિયમનું કર્યું ઉલ્લંઘન, AMCએ 2 ખાનગી હોસ્પિટલને ફટકાર્યો લાખો રુપિયાનો દંડ

લોકડાઉન દરમિયાન અમુક છૂટછાટ આપવામાં આવશે. દેશમાં સૌપ્રથમ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ફરીથી લોકડાઉન 2.0ની જાહેરાત સરકારે કરી જે 2 અઠવાડિયા સુધી 3મે સુધી હતું. જે બાદ ફરીથી લોકડાઉન 3.0ની જાહેરાત કરી છે. જેમાં અમુક છૂટ આપવામાં આવી રહી છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનના વિસ્તારમાં ઈ-કોમર્સને મંજૂરી આપવામાં આવી છે. જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેની ડીલીવરી ગ્રીન અને ઓરેન્જ એરિયામાં થઈ શકશે. ગ્રીન ઝોનમાં 50 ટકા મુસાફરો સાથે બસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

READ  નિવૃત બેંક કર્મીઓમાં રોષ, પરિમલ ગાર્ડન પાસે પડતર માંગને લઈ કર્યો વિરોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments