મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ કેસ 90 હજારને પાર, 24 કલાકમાં નવા 2259 કેસ નોંધાયા

India's coronavirus cases cross 3 lakh-mark

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં મંગળવારના રોજ કોરોના વાઈરસના નવા 2259 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 120 લોકોના મોત થયા છે. આ નવા નોંધાયેલા પોઝિટિવ કેસની સાથે કુલ કેસની સંખ્યા 90,787 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યારસુધી કોરોના વાઈરસના લીધે 3289 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાવનગરઃ પાલિતાણા તાલુકામાં કમોસમી વરસાદ! ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ

covid-19-update-coronavirus-figures-crossed-90k-mark-2259-new-cases-registered in maharashtra state

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં 470 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 409 દર્દી થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુંબઈમાં ઝડપથી વધી રહ્યું છે કોરોના વાઈરસનું સંક્રમણ
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઈરસના લીધે ગંભીર સ્થિતિ મુંબઈ શહેરમાં છે. મુંબઈમાં કોરોના વાઈરસથી 50 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે. ફક્ત મુંબઈમાં જ કોરોના વાઈરસના લીધે 1760 લોકોના જીવ ગયો છે. કોરોના વોરિયર્સ જ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના શિકાર બની રહ્યાં છે. રાજ્યમાં પોલીસ કર્મચારીઓ સૌથી વધારે કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે.

READ  VIDEO: શરદ પવારના બદલાયા સૂર? 'ભાજપ-શિવસેના પોતાનો રસ્તો જાતે નક્કી કરે'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં મોટાભાગના કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાતમાંથી નોંધાયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 17 હજારને પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ 21 હજારના આંકને વટાવી ગયા છે. જ્યારે તમિલનાડુમાં કોરોના વાઈરસના 33 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યના કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે દેશમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 66 હજારના આંકને પાર પહોંચી ગઈ છે.

READ  રાજ્યમાં કોરોનાના નવા 1,068 કેસ, કુલ આંકડો 53,631 પર પહોંચ્યો

 

Oops, something went wrong.

 

FB Comments