VIDEO:દેશમાં 3656 નવા પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 46 હજાર 400ને પાર, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 35 લોકોનાં મોત

COVID19 cases in India rise to 46,437

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 3656 વધીને 46 હજાર 400ને પાર થઈ ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા એક દિવસમાં આટલા વધારે કેસ ક્યારેય નથી નોંધાયા. નવા નોંધાયેલા કેસમાં અડધા તો મહારાષ્ટ્રના જ છે.

READ  ચીનને છોડીને ભારત આવી શકે છે અમેરિકાની કંપનીઓ? દેશમાં વધશે રોજગારીની તકો

તો બીજીતરફ સક્રિય કેસની સંખ્યા વધીને 32,000ને પાર કરી ગઈ છે. જો મોતના આંકડાની વાત કરીએ તો, એક જ દિવસમાં 103 લોકોનાં મોત થયા છે. જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા મૃત્યુઆંકમાં સૌથી વધુ છે. જ્યારે 12,845થી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 35નાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 583 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે. તો 1567 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 14 હજાર 541 પર પહોંચી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ

FB Comments