દિનેશ કાર્તિકને BCCI દ્વારા આપવામાં આવી શો કોઝ નોટિસ

BCCIએ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકને કારણદર્શક નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને IPL ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન કાર્તિકને કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનબાગો નાઈટ રાઇડર્સ (TKR)ના ડ્રેસિંગ રૂમમાં પરવનગી વગર જવા બદલ આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શાહરૂખ ખાનની માલિકીની ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ ટીમના પ્રમોશનલ ઈવેન્ટ માટે કાર્તિક કોચ બ્રૈંડન મેક્કુલમ સાથે ડ્રેસિંગ રૂમમાં હાજર હતો. પોર્ટ ઓફ સ્પેઈનમાં TKR કિટ્સ અને નેવિસની ટીમ વચ્ચેની મેચ દરમિયાન પણ તે ટીમના ડ્રેસિંગ રૂમમાં દેખાયો હતો.

READ  રાહુલ ગાંધી બાદ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરાનું રાજીનામું, લોકસભા ચૂંટણી અગાઉ બન્યા હતા અધ્યક્ષ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્તિકને પરવાનગી વિના સીપીએલ ટીમના ડ્રેસિંગ રૂમમાં હાજર હોવાથી તેઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અમને તે ફોટા મળી આવ્યા જેમાં તે TKR ટીમના ડ્રેસિંગ રૂમમાં હાજર હતો. તે BCCIના કેન્દ્રિય કરાર કરનારો ખેલાડી છે અને આને કારણે તેણે BCCIની પરવાનગી લીધા વિના આવું પગલું ભરવું ન જોઈએ. તેમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

READ  NIAની સામે અલગાવવાદી નેતા આસિયાએ સ્વીકાર્યું, કશ્મીરમાં પ્રદર્શન માટે વિદેશમાંથી ફંડ આવતું હતું

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments