ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાડી, વનડે સીરીઝમાં 2-0થી મેળવી લીડ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડે માત આપી દીધી છે. ઈંગ્લેન્ડે પાંચ વનડે સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે હાલ વન ડે સીરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે આ પાંચ વનડેની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. પાકિસ્તાનની ટીમે ધુંઆધાર બેટિંગ કરીને ઈંગ્લેન્ડને 358 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઈંગ્લેન્ડના બેટસમેનોએ આ લક્ષ્યાંકને 44.5 ઓવરમાં સર કરી લીધું હતું.

READ  પાકિસ્તાનને મોટો ઝટકો, રશિયાએ પણ કલમ 370 મુદ્દે આપ્યું આ નિવેદન

ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. પાંચ વનડેમાંથી બે વનડે પર હાલ ઈંગ્લેન્ડે કબજો કરી લીધો છે. પાકિસ્તાનના ખેલાડી ઈમામ ઉલ હકએ જોરદાર પારી રમીને 151 રન બનાવ્યા હતા. આમ પાકિસ્તાનની ટીમ ઈંગલેન્ડની સામે 9 વિકેટ ગુમાવીને 358નું લક્ષ્ય રાખી શકી હતી.

આ પણ વાંચો: સફળતા માટે મુકેશ અંબાણીની જિંદગીમાંથી આ 5 વાત શીખવી જોઈએ

ઈંગ્લેન્ડના બેટસમેન જોની બેયરસ્ટોએ તૂફાની પારી રમી હતી અને 128 રન બનાવ્યા હતા. આના લીધે પાકિસ્તાનની ટીમને ઈંગ્લેન્ડે 44.5 ઓવરમાં જ પેવેલિયન મોકલીને મેચ પર બાજ મારી લીધી હતી. આમ સતત બીજી મેચમાં પણ પાકિસ્તાની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

READ  રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસને સુપ્રીમ ઝટકો, ચુકાદા બાદ બંને બેઠક પર ભાજપની જીત નિશ્ચિત

 

Top News Headlines From Ahmedabad : 23-08-2019 | Tv9GujaratiNews

FB Comments