VIDEO: આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંઢેરી સ્ટેડિયમમાં વન ડે મેચ, ક્રિકેટ રસિકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ

Cricket fans excited ahead of India vs Australia 2nd ODI at Rajkot today

રાજકોટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી વન -ડે ક્રિકેટ મેચ છે. ખંઢેરી સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થશે. ત્યારે રાજકોટમાં હાલ ક્રિકેટ ફિવર છવાયો છે. જો કે પ્રથમ મેચમાં આચંકાજનક હાર બાદ ભારતે શ્રેણી જીવંત રાખવા આજની મેચ જીતવી જરૂરી છે. આજની મેચમાં વિરાટ કોહલી વન ડાઉનમાં ઉતરી શકે છે. બીજી તરફ રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાથી આજની મેચમાં નહીં રમી શકે. તેની જગ્યાએ મનીષ પાંડે, જાધવ તેમજ શિવમ દૂબે ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં છે. ત્યારે આજની મેચ પર સૌ કોઈની નજર છે.

READ  ‘અદાણી ગો હોમ’ : હવે વીમા કંપનીઓએ કર્યો Carmichael Projectનો વિરોધ

આ પણ વાંચો: VIDEO: જામનગરમાં કોર્પોરેટરે રચના નંદાણીયા જાતે ઉલેચ્યા ગટરના પાણી, સ્થાનિકોની સમસ્યા સામે અધિકારીઓએ કરતા હતા ઠાગાઠૈયા

આ ખરાખરીનો મુકાબલો નિહાળવા 30 હજાર જેટલા ક્રિકેટ રસિકો ઉમટી પડશે. ખંઢેરી સ્ટેડિયમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. તો મેચને લઈ ખંઢેરી સ્ટેડિયમમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 450 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ખડેપગે છે. 3 બીડીડીએસની ટીમ પણ જોડાય છે. તેમજ 2 પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાતં 250 જેટલા પ્રાઇવેટ સિક્યોરિટી પણ તૈનાત કરવામાં આવી છે.

READ  ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ભાજપ ફાડી શકે છે છેડો, 24 કલાકમાં થઈ શકે મંત્રીમંડળનું વિસ્તરણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મેચ દરમિયાન કેમેરા, માચિસ, સિગારેટ તેમજ પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ગ્રાઉન્ડની બાઉન્ડરીથી પ્રેક્ષકોને અંદર પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે.. તેમ છતાં કોઈ પ્રવેશ કરશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે. સાથે જ મેચને લઈ ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખી રોડ ડાયવર્ટ કરાયો છે. રાજકોટથી જામનગર જતા મોટા વાહનો માટે મોરબી રોડ. અને જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવીયા સર્કલથી રોડ ડાયવર્ટ કરાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહિલા T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ સંભાળશે કપ્તાન પદ?

 

 

FB Comments