કલાનગરી વડોદરા શહેરના ક્રિકેટ રસીકોએ વિશ્વ કપ ભારતના ફાળે આવે તેવી કામના સાથે બનાવી અનોખી રંગોળી, જુઓ VIDEO

કલાનગરી વડોદરા શહેરના કલાકારો પોતાની કલાના કસબ થકી હંમેશા અલગ-અલગ થીમ પર કામ કરતા હોય છે. ત્યારે હાલમાં જ્યારે ક્રિકેટ વિશ્વ કપની સેમીફાઇનલ અને ફાઇનલ મેચનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે વડોદરાના રંગોલી કલાકારો દ્રારા શહેરના સુભાનપુરા વિસ્તાર ખાતે ભારતીય ટીમના દરેક ખેલાડીઓની રંગોળી બનાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

 

2019નો વિશ્વકપ ભારતીય ટીમ જીતે અને ફરીવાર ક્રિકેટનો કપ ભારતના ફાળે આવે તેવી કામના સાથે રંગોળી બનાવી છે. છેલ્લા સાત દિવસની અથાગ મહેનત બાદ 15 કલાકારો દ્રારા આ વિવિધ રંગોળી બનાવવામાં આવી છે અને કપ્તાન વિરાટ કોહલીના હાથમાં કપ વાળી રંગોળીએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. વડોદરાના રંગોલીના કલાકારોએ પોતાની કલા થકી ભારતીય ટીમને જીત માટેનું પ્રોત્સાહન પુરૂ પાડવાનો પ્રયાસ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?
FB Comments

TV9 Webdesk 9

Read Previous

ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

Read Next

જાણો બુલેટપ્રૂફ જેકેટ કેવી રીતે બને છે અને કેવી રીતે કામ કરે છે

WhatsApp પર સમાચાર