BREAKING : પાકિસ્તાનની WORLD CUPમાંથી જ હકાલપટ્ટી કરાવવાની તૈયારી કરી રહ્યું છે BCCI, પાકિસ્તાન સામે મૅચ રમવા અંગે નિર્ણય કાલે

પાકિસ્તાન તરફથી આતંકી હુમલાઓથી પરેશાન ભારતે હવે ખેલના મેદાન પર પણ પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહીની કવાયત હાથ ધરી છે.

 

સૂત્રોના હવાલાથી માહિતી મળી રહી છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાકિસ્તાનને ICC WORLD CUP 2019માંથી જ બહાર કરવાની માંગણી કરી શકે છે. બીસીસીઆઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (આઈસીસી) સમક્ષ માંગણી મૂકી શકે છે કે પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં આવે.

READ  વિશ્વ કપમાં ભારતીય ટીમને મોટો ઝટકો, આ બેટસમેનને પહોંચી ઈજા

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતે મૅચ રમવી કે નહીં, તે મુદ્દા પર વિચારણા કરવા માટે શુક્રવારે બીસીસીઆઈની વહીવટદારોની સમિતિ (COA)ની બેઠક થવાની છે કે જેમાં આગળના એક્શન પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક કરતા પહલે ખેલ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવશે. સરકારની સલાહ બાદ જ બીસીસીઆઈ અને સીઓએ પાકિસ્તાન સાથે વર્લ્ડ કપમાં મૅચ રમવા અંગે કોઈ નિર્ણય કરશે. જોકે બીસીસીઆઈએ અત્યાર સુધી આ અંગે આઈસીસીને કોઈ પત્ર લખ્યો નથી.

READ  અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી આ TEAMને WORLD CUP પહેલા મળ્યો એક વિસ્ફોટક બૅટ્સમૅન, કર્યું એવું કારનામુ કે જે 200 વર્ષના ઇતિહાસમાં અગાઉ 1 જ વાર જ થયું છે

બીજી બાજુ બીસીસીઆઈ અને વર્લ્ડ કપ 2019ની આયોજન સમિતિને હજી પણ વિશ્વાસ છે કે માંચેસ્ટર ખાતે 16 જૂને થનાર ભારત-પાકિસ્તાન મૅચ પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે.

[yop_poll id=1648]

Oops, something went wrong.
FB Comments