કેપ્ટન વિરાટ કોહલીએ કેમ કહ્યું, ટીમમાં કોઈ મારી પર વિશ્વાસ નથી કરતુ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગના બધા જ લોકો દિવાના છે પણ તેમનું માનવું છે કે બેટિંગની સાથે તે એક સારા બોલર પણ છે. તેમની આ આવડતનો ભારતીય ટીમ કોઈ ફાયદો ઉઠાવતી નથી. કોહલીએ કહ્યું કે તેમને ડિસેમ્બર 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી હતી.

કોહલીએ કહ્યું કે શ્રીલંકામાં એક દિવસીય મેચ દરમિયાન અમે લગભગ બધુ જ જીતી લીધુ હતું, મે ધોનીને પુછ્યુ કે શું હું બોલિંગ કરી શકુ છુ અને હું બોલિંગ કરવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને બાઉન્ટ્રી પરથી જસપ્રિત બુમરાહે કહ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય મેચ છે, કોઈ મજાક નથી.

 

READ  ઉડીબાબા! વિરાટની સેનાએ કિવી ટીમને બે મેચમાં ધુળ ચટાવી તો ન્યૂઝીલેન્ડ પોલીસ બની ગઈ ભારતીય ક્રિકેટ ટીમની દુશ્મન, જાહેર કરી ભારતીય ટીમની વિરુદ્ધ દુનિયાની સૌથી અનોખી ચેતવણી

આ પણ વાંચો: બોલીવુડના આ સુપરસ્ટારે વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને ટ્વિટ કરીને આપી શુભેચ્છાઓ, કરી દીધી આ મોટી વાત

કોહલીએ વધુમાં કહ્યું કે ટીમમાં કોઈ પણ મારી બોલિંગ પર વિશ્વાસ નથી કરતું પણ હું કરૂ છુ. કેપ્ટન વિરાટ કોહલી હાલમાં નેટ પ્રેક્ટિસમાં બોલિંગ કરે છે, તાજેત્તરમાં જ આ અઠવાડિયામાં સાઉથમ્પટનમાં શરૂ થયેલી પ્રેક્ટિસ મેચમાં પણ તે બોલિંગ કરતા નજરે પડયા હતા.

READ  Google એ જોબ ઈન્ટરવ્યુમાં પૂછેલા 20 પ્રશ્નો જે સાંભળીને તમારો પરસેવો છૂટી જશે! જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments