આ કારણે ભારતીય ટીમ વલ્ડૅકપમાં નહી રહે વિરાટ કોહલીના વિશ્વાસે!

IPLની 12 સીઝન પૂર્ણ થઈ ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની ચૂકી છે. હવે આખા દેશની નજર વલ્ડૅ કપ હશે, જે 30મેના રોજ ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે. આમ તો ભારત પાસે વલ્ડૅકપ માટે ઘણાં મેચ વિનર ખેલાડી છે પણ તેમાં પણ મોટું નામ વિરાટ કોહલીનું છે.

ઉલ્લેખનીય છે કે IPL પૂર્ણ થતા હવે એ નક્કી થઈ ગયું કે ઈંગ્લેન્ડમાં યોજાનારા વલ્ડૅકપમાં ટીમ ઈન્ડિયા વિરાટ કોહલીના વિશ્વાસે નથી રમવાની, ટીમના દરેક ખેલાડી ફોર્મમાં છે અને તેમના દમ પર મેચ જીતાડી શકે છે.

 

IPLમાં ભારતના બધા જ ખેલાડીઓએ રન બનાવ્યા છે. કે.એલ.રાહુલે IPLમાં 593 રન બનાવ્યા, શિખર ધવનને 521 રન બનાવ્યા, રોહિત શર્માએ 2 અડધી સદી સાથે 405 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: નથુરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પર ફિલ્મ અભિનેતા કમલ હસનને મળી આ ધમકી

મીડલ ઓર્ડરની વાત કરીએ તો એમ.એસ.ધોની અને હાર્દિક પંડ્યા પણ તોફાની ફોર્મમાં છે. પંડયાએ 402 રન બનાવ્યા ત્યારે ધોનીએ 416 રન બનાવ્યા છે. ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરની સૌથી મોટી નબળાઈ મીડલ ઓર્ડર હતી પણ ધોની અને પંડયા ફોર્મમાં આવવાથી આ સમસ્યા પણ દુર થઈ ગઈ છે.

ભારતીય બોલરોએ પણ IPLમાં પોતાનો દમ બતાવ્યો. જસપ્રીત બુમરાહે 16 મેચમાં 19 વિકેટ લીધી, ત્યારે મોહમ્મદ શમીએ પણ 19 વિકેટ તેના નામે કરી છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે 18 વિકેટ ભૂવનેશ્વર કુમરા 13 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી

તેથી ભારતીય ટીમના બધાજ મુખ્ય ખેલાડીઓએ IPLમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેથી વિશ્વાસ છે કે હવે ભારતીય ટીમના આ ખેલાડીઓ વલ્ડૅકપમાં પણ તેમનું સારૂ પ્રદર્શન કરશે અને ટીમને ત્રીજી વખત વલ્ડૅકપ અપાવશે.

 

Surat : College girl hanged herself to death in Piplod, dead body sent for postmortem

FB Comments

TV9 Webdesk 9

Read Previous

રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી

Read Next

જાણો F-21 ફાઈટર વિમાનની ખાસિયતો, જે અમેરિકા ફક્ત ભારતને આપવા ઈચ્છે છે

WhatsApp પર સમાચાર