એશિયન ગેમ્સમાં ફરી જોવા મળશે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને કર્યો એવો મોટો નિર્ણય કે તમે પણ જોતા થઈ જશો એશિયન ગેમ્સ

ભારતમાં રમત-ગતમની વાત કરીએ, તો સૌથી લોકપ્રિય ક્રિકેટ છે. દેશ-વિદેશમાં અન્ય ખેલોની પણ અનેક સ્પર્ધાઓ યોજાય છે અને ભારતીય ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરે છે.

 

આમ છતાં દેશના કરોડો લોકોનું ધ્યાન ક્રિકેટ સિવાયની અન્ય રમતો અને તેમાં ભારત તથા ભારતીય ખેલાડીઓના દમદાર પ્રદર્શન પર ધ્યાન નથી જતું, કારણ કે લોકોને સૌથી વધુ ક્રિકેટમાં રસ છે.

આવી જ એક સ્પોર્ટ્સ ટૂર્નામેંટ છે એશિયન ગેમ્સ કે જેનું આયોજન ઓલિમ્પિક એસોસિએશન ઑફ એશિયા (OCA) દ્વારા કરાય છે. 1951થી રમાતી એશિયન ગેમ્સ ઓલિમ્પક ગેમ્સ બાદ દુનિયાની બીજી સૌથી મોટી બહુરાષ્ટ્રીય રમત-ગતમ સ્પર્ધા છે.

READ  દૂધમાં ભેળસેળ બનશે ભૂતકાળ! ગુજરાતની એક યુનિવર્સીટીએ વિકસાવી દૂધ પરિક્ષણની હાઈટેક પદ્ધતિ

પરંતુ ભારતમાં એશિયન ગેમ્સને લઈને મોટાભાગના લોકોને રસ નથી હોતો, કારણ કે તેમાં તેમની લોકપ્રિય રમત ક્રિકેટ નથી. તો ક્રિકેટના રસિકો માટે હવે એક સારા સમાચાર આવ્યા છે અને તે એ છે કે 2022માં યોજાનાર એશિયન ગેમ્સમાં ક્રિકેટ પણ હશે.

હાંગઝૂ એશિયન ગેમ્સ 2022માં ક્રિકેટનો સમાવેશ કરી લેવાયો છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ક્રિકેટની ફરી એક વાર વાપસી થઈ જશે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના મહામંત્રી રાજીવ મહેતાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે એશિયન ગેમ્સ 2022માં ક્રિકેટના ટી-20 ફૉર્મેટનો સમાવેશ કરી લેવાયો છે કે જેમાં પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો ભાગ લેશે. આઈઓએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આ અંગે એક પત્ર પણ લખશે.

READ  વિરાટ કોહલી અને ધોનીને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO

આ પહેલા ઓસીએએ પોતાની સામાન્ય સભામાં એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ પહેલી વાર નથી કે એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરાયો છે. આ અગાઉ 2010 અને 2014ની એશિયન ગેમ્સમાં ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ઇન્ડોનેશિયમાં યોજાયેલી એશિયન ગેમ્સ 2018માંથી ક્રિકેટને બાકાત કરી દેવાયું હતું.

દરમિયાન અનેક વખત બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાના વ્યસ્ત કાર્યક્રમને લઈને એશિયન ગેમ્સની અવગણના કરી ચુક્યુ છે, પરંતુ આ વખતે એશિયન ગેમ્સ 2022માં યોજાવાની છે અને તેમાં હજી ઘણો સમય છે. જેમ કે રાજીવ મહેતાએ કહ્યું, તેમ જો બીસીસીઆઈને અત્યારથી જ આ અંગે જાણ કરી દેવાશે, તો શક્ય છે કે આગામી એશિયન ગેમ્સ 2022માં વિરાટ કોહલીની સેના મેદાન પર રમતી જોઈ શકાશે.

READ  અલ્પેશ ઠાકોર મોટા નેતા બનશે કે સમાજની સેવા કરશે? એકતા યાત્રામાં અલ્પેશ ઠાકોરે કરી દીધી જાહેરાત
Oops, something went wrong.
FB Comments