ભારતની સામે પાકિસ્તાનની ટીમની હાર બાદ હોબાળો, જાણો કોણે આપ્યું પ્રથમ રાજીનામું!

ભારત અને પાકિસ્તાનની મેચ રોમાંચક રહી હતી અને ભારતની ટીમે ફરીથી પાકિસ્તાનની સામે જીત મળી છે. ભારતીય ટીમ વિશ્વકપમાં ક્યારેય પણ પાકિસ્તાન સામે હારી નથી એ પણ એ રેકોર્ડ જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતની સામે હારનો સામનો પાકિસ્તાનની ટીમને કરવો પડ્યો છે અને તેના લીધે પાકિસ્તાનની જનતામાં નારાજગી પણ જોવા મળી રહી છે. પાકિસ્તાનની ટીમમાં પણ આ હારને લઈને હવે બળાપો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની હારના લીધે કોચથી લઈને મેનેજમેન્ટ સુધીની આલોચના થઈ રહી છે અને તેમાં ધરખમ ફેરફાર કરવાનું લોકો સૂચવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ બાબતને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પણ વિવાદ સામે આવી રહ્યો છે. પાકિસ્તાનના આ ખરાબ પ્રદર્શનની સમીક્ષા જે કમિટિ દ્વારા કરવાની હતી તેના અધ્યક્ષ મોહસીન ખાન હતા. જોકે પાકિસ્તાનની હાર પછી મોહસીન ખાને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. મોહસીન ખાને આ રાજીનામા બાદ પીસીબીને એક પત્ર પણ લખ્યો છે.

આ પણ વાંચો:  આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

મોહસીન ખાને પોતાના પત્રમાં લખ્યું કે તેઓ આભારી છે કે તેમને ક્રિકેટ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા પણ હવે હું આ પદ પર રહેવા નથી માગતો. મોહસીન ખાનની જગ્યાએ હવે વસીમ ખાને નવા અધ્યક્ષ બનશે. આ સમિતિને પાકિસ્તાનના છેલ્લાં ત્રણ વર્ષના પ્રદર્શનની સમિક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સુત્રો દ્વારા એવી પણ જાણકારી મળી રહી છે કે પીસીબીની મેનેજમેન્ટ ટીમ સુધી પણ રેલો આવી શકે છે અને તેમને પણ હટાવી શકાય તેમ છે. આ ટીમની સાથે સિલેક્ટર્સ અને કોચનો પણ સમાવેશ થઈ શકે છે. આખી સિલેક્શન કમિટિને જ બરખાસ્ત કરી દેવાઈ તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

 

Banaskantha: Palanpur and Amirgadh receive rainfall after long dry spell|TV9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

VIDEO: અમદાવાદના નારોલ વિસ્તારમાં મકાનમાં થયો ભેદી બ્લાસ્ટ, ઘટનામાં 2 લોકોના મોત

Read Next

Video: ખેડૂતો આનંદો! 24 જૂન પછી ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી

WhatsApp પર સમાચાર