ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર, શ્રીલંકા બાદ હવે IPL 2020ની મેજબાની માટે આ દેશની ઓફર!

Cricket rasiko mate sara samachar sri lanka bad have IPL 2020 ni mejbani mate aa desh ni offer

કોરોના મહામારીની વચ્ચે UAEએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020 માટે મેજબાની કરવાની ઓફર કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોનાના કારણે વિશ્વની સૌથી મોટી ટી-20 લીગને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. IPL 2020ની શરૂઆત 29 માર્ચથી થવાની હતી પણ કોરોના વાઈરસના કારણે તેને પહેલા તો 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી અને હવે દેશવ્યાપી લોકડાઉનમાં વધારો કર્યા પછી IPLને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.

READ  સુરતમાં ઓનલાઈન શિક્ષણનો વિરોધ, યુવા કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ઘેરી

 

શ્રીલંકા બાદ હવે IPL 2020ની મેજબાની માટે આ દેશની ઓફર! #TV9News #TV9Live #IPL #IPL2020 #Sports #Cricket #SriLanka

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १० मे, २०२०

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે UAE આ પહેલા પણ IPLની મેજબાની કરી ચૂક્યુ છે. ભારતમાં 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન UAEએ 20 IPL મેચનું આયોજન કર્યુ હતું. ત્યારે BCCIના ખજાનચી અરૂણ ધૂમલે કહ્યું કે UAEએ IPLની મેજબાની માટે ઓફર કરી છે પણ હાલ તેની પર કોઈ નિર્ણય લેવામાં નહીં આવી શકે.

READ  ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો, કુલ 54 પોઝિટીવ કેસ નોંધાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અરૂણ ધૂમલે કહ્યું કે કોરોના વાયરસના કારણે જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગેલો છે તો IPLના આયોજનનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ BCCIને ઓફર આપી હતી કે તે શ્રીલંકામાં IPLનું આયોજન કરવા માટે તૈયાર છે.

READ  Video: ડાંગરના વાવેતરની ફાયદાકારક સુધારેલી ડેપોગ પદ્ધતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments