ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું, વિશ્વ કપમાં ભારતીય ટીમની સતત બીજી જીત

ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાની સામે જીત મેળવીને સતત બીજી વખત વિશ્વ કપમાં બાજી મારી લીધી છે. વિશ્વ કપની 14મી મેચ જે લંડન ખાતે રમાઈ રહી હતી તેમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને 353 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.

આ પણ વાંચો:  સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતાં શ્રમિક પરિવારના પુત્રે મેળવ્યું NEETની પરિક્ષામાં ઝળહળતું પરિણામ

ઓસ્ટ્રેલિયન ટીમ શરુઆતમાં તો મજબૂત રીતે મેદાનમાં રમી પણ ધીમે-ધીમે ઓસ્ટ્રેલિય ટીમના ધુરંધરો ધરાશયી થતાં ગયા હતા. ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 61 રન કર્યા હતા. જોકે ફિન્ચ 36 રનના સ્કોરે રનઆઉટ થયો હતો. વોર્નરનો ક્રિઝે 84 બોલમાં 66ની સ્ટ્રાઇક રેટથી માત્ર 56 રન કર્યા હતા. તે આઉટ થયો. પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે 69 અને કીપર કેરીએ અણનમ 55 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોદી સરકારની આ 10 મોટી યોજનાઓથી ભાજપને ફરીથી સત્તામાં આવવા માટે મળી સફળતા

જોકે તે બંનેનું યોગદાન ટીમને વધારે કોઈ મદદરુપ થઈ શક્યું ન હતું. ભારત માટે બંને ઝડપી ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટ, જયારે યૂઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. હવે ભારતનો મુકાબલો ગુરુવારના રોજ ન્યૂઝીલેન્ડની સાથે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ શા માટે અટવાયું? જુઓ આ VIDEO

 

 

Aravalli: 2 killed in accident between truck and tractor on Vatrak bridge| TV9News

FB Comments