ક્રિકેટ વિશ્વ કપને મળી નવી ચેમ્પિયન ટીમ, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચનો મુકાબલો રહ્યો રસપ્રદ

ક્રિકેટ વિશ્વ કપને નવી ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. ત્યારે બંને ટીમ વચ્ચે મેચ ટાઈ થતા સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે 16 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડનો આ મેચમાં ઐતિહાસિક વિજય થયો છે.

સતત બીજી વખત ફાઈનલમાં પહોંચનારી ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈને ઈંગ્લેન્ડને 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ઈંગ્લેન્ડની ટીમ પણ 50 ઓવરમાં 242 રન કરી શકી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

વિશ્વ કપમાં પ્રથમ વખત ફાઈનલ મેચમાં સુપર ઓવર નાખવામાં આવી હતી. સુપર ઓવરમાં મેચ ગયા પછી ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 16 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે સુપર ઓવરમાં પણ સ્કોર ટાઈ થયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ બાઉન્ટ્રીની સંખ્યાના આધાર પર મેજબાન ટીમ ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડની ટીમે 26 બાઉન્ટ્રી લગાવી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમે 17 બાઉન્ટ્રી લગાવી હતી. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં 16 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે પણ 6 બોલમાં 15 રન બનાવ્યા હતા.

READ  કોંગ્રેસ માટે રાહતના સમાચાર, ધારાસભ્ય ભગા બારડને કોર્ટે આપી રાહત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

27 વર્ષ પછી ફાઈનલમાં પહોંચનારી ટીમ ઈંગ્લેન્ડે 1992માં ગ્રાહમ ગૂચની કેપ્ટનશીપમાં ફાઈનલ મેચ રમી હતી પણ ઈમરાન ખાનની કેપ્ટનશીપ નીચે પાકિસ્તાન ચેમ્પિયન બન્યુ હતુ. આ વખતે ઈંગ્લેન્ડે પોતાની ધરતી પર ચેમ્પિયન બનીને ફેન્સને ખુશ થવાની તક આપી.

[yop_poll id=”1″]

 

READ  યુવરાજ સિંહનું એક સપનું રહી ગયું અધૂરું, જુઓ VIDEO
Oops, something went wrong.
FB Comments