ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન આવ્યા આમને-સામને! જાણો રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં કોનો આપશે સાથ? બહેને કર્યો ખુલાસો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી.

 

રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરુધ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. જામનગર લોકસભા બેઠક પર પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના હાર્દિક પટેલની સભામાં જ બંને કોંગ્રેસમાં જોડાયા.

#Exclusive: લોકસભાની ચૂંટણી પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું પરિવાર ચર્ચામાં છે. જાડેજાની પત્ની રીવાબા ભાજપમાં જોડાયા બાદ હવે બહેન નયનાબા અને પિતાએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ક્રિકેટરોની દુનિયામાં આ પ્રથમ એવો પરિવાર છે કે જેમાં એક જ પરિવારમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું રાજકારણ જોવા મળ્યું છે.Gaurav Dave#TV9News #LokSabhaElections2019 Ravindra Jadeja Rivaba Ravindrasinh Jadeja

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १४ एप्रिल, २०१९

ટીવી9 ના રીપોર્ટર સાથે થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો, મહિલાઓ અને બેરોજગાર યુવાનો માટે અવાજ ઉઠાવી લડત કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે જેમાં નોટબંધી અને GST મુખ્ય મુદ્દાઓ છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતીમાંથી પૂરતું વળતર મળતું ન હોવાથી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે.

READ  કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે દિગ્ગજ નેતાઓ સૂચવી રહ્યાં છે પ્રિયંકા ગાંધીનું નામ, ઓગસ્ટ મહિનામાં થશે ફેંસલો

વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં તેઓ કોઈ લાલચથી નથી જોડાયા પરંતુ જો  ભવિષ્યમાં  પાર્ટી કહેશે તો જરૂરથી ચૂંટણી લડીશ. હાલમાં તો લોકસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવાનું જ મારૂ લક્ષ્ય છે.

આ નિર્ણય પર રવિન્દ્ર જાડેજાનું શું માનવું છે એના જવાબમાં જણાવ્યું કે ભાઇ છે તે તટસ્થ જ છે અને ઘરમાં બધાને પોત પોતાની સ્વતંત્રતા છે. હુ ભાઇને ક્યારેય ફોર્સ નહી કરુ કે તે મારા કે પાર્ટી માટે પ્રચાર કરે કે હુ એમનો કોઇ રાજકીય ઉપયોગ કરૂ.

READ  ગુજરાત વિધાનસભાની 4 બેઠકો માટે ભાજપમાં લોબિંગ શરુ, નેતાઓ કાર્યકર્તાઓ ટિકિટ માટે લગાવી રહ્યાં છે જોર

 

Top News Stories From Gujarat: 18/9/2019| Tv9GujaratiNews

FB Comments