ભારતીય ક્રિકેટ ટીમ માટે શ્રીલંકાનો આ ખેલાડી બની શકે છે નવો કોચ, સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે નામ

ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વ કપમાં હારનો સામનો કરવો પડ્યો છે. આથી ટીમમાં મોટા બદલાવના સંકેત પણ મળી રહ્યાં છે. BCCI દ્વારા કોચની જગ્યા ભરવા માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે ચર્ચાઈ રહેલું નામ એક શ્રીલંકાના ખેલાડીનું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   ગીરસોમનાથના પ્રભાસ પાટણની મુખ્ય બજારમાં આખલાએ મચાવ્યો આતંક, જુઓ VIDEO

ભારતીય ટીમના કોચ બનવાને લઈને સૌથી મોટું નામ ચર્ચાઈ રહ્યું હોય તો તે છે મહેલા જયવર્ધને. તેઓ પણ ભારતીય ટીમના કોચ બનવા માગે છે અને એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તેમને આવેદન પણ કર્યું છે. તેઓ ઈંગ્લેન્ડની ટીમ માટે પણ સહાયક કોચની ભૂમિકામાં રહી ચૂક્યાં છે.

READ  આ 5 ભૂલોના કારણે તમને મળે છે Wi-Fiની ઓછી સ્પીડ, ભૂલ સુધારો, હાઈસ્પીડ મેળવો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહેલા જયવર્ધનની પાસે સારો એવો અનુભવ પણ છે અને તેમની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને જીત પણ મળી ચૂકી છે. મહિલા જયવર્ધનની સાથે અન્ય બે નામો પણ ચર્ચાઈ રહ્યાં છે જેમાં ગૈરી કસ્ટર્ન અને ટૉમ મુડીનો સમાવેશ થાય છે. આ પસંદગી કપિલ દેવની આગેવાની પેનલ દ્વારા કરવામાં આવશે.

READ  જામનગરના ચેલા ગામે હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો વરરાજો, 2 હજાર અને 500 રૂપિયાની નોટોનો કર્યો વરસાદ

આમ ભારતીય ટીમ માટે હવે નવા કોચની શોધ પણ શરુ કરી દેવાઈ છે. કોચ માટે હાલ ભારે મહામંથન પણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી છે. તેમનો કાર્યકાળ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સુધી વધારી દેવાયો છે.

 

[yop_poll id=”1″]

 

Modi govt's only religion is Constitution: Amit Shah during debate on Citizenship (Amendment) Bill

FB Comments