ધર્મસંકટમાં ફસાયા રવિન્દ્ર જાડેજા ઘરમાં શરૂ થઈ ગઈ રાજનીતિ, પત્નીનો આપશે સાથ કે પકડશે પિતાનો હાથ?

જામનગરના કાલાવડમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે ભાજપ સામે પ્રહારો કર્યો હતા સાથે જ આ બેઠક કોંગ્રેસ જીતેશ તેવો દાવો પણ કર્યો હતો.

કોંગ્રેસના પ્રચારમાં દેશમાં 100 જેટલી સભાઓ કરવાનુ આયોજન કર્યુ હોવાનુ હાર્દિક પટેલે જણાવ્યુ હતું, તેમજ જામનગર ગ્રામ્ય બેઠક માટે પણ આગામી દિવસોમાં રોડ-શોનું પણ આયોજન કરવામાં આવશે.

 

જામનગરના કાલાવડમાં યોજાયેલી કોંગ્રેસની સભામાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને તેમના પિતા અનુરૂધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસની વિચારધારા સાથે રહીને કોંગ્રેસ પક્ષ પસંદ કર્યો છે. પરીવારમાં તેમના ભાભી ભાજપમાં થોડા સમય પહેલા જ જોડાયા હતા તે અંગે તેમને કહ્યુ કે પક્ષની પસંદગી બધાને સાથે રાખવા માટે કરી છે. હવે પછીની કામગીરી પક્ષ જે આપશે તે કરીશું.

READ  VIDEO: વાયુ વાવાઝોડાને કારણે પોરબંદરના માછીમારોને મોટું નુકસાન, સરકાર પાસે માગી મદદ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હાલત હવે સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. એક તરફ તેમના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં સક્રિય છે. ત્યારે બીજી તરફ તેમના પિતા અને બહેન કોંગ્રેસમાં જોડાયા છે. પિતા અનિરૂદ્ધસિંહ અને બહેન નયનાબા જાડેજાએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

મહત્વનું છે કે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં તેમને આ ખેસ ધારણ કર્યો હતો. તેથી હવે જોવું એ રહેશે કે એક પરિવારમાં બે રાજકીય દિશાઓ રવિન્દ્ર જાડેજા માટે વહેતી થતા તેઓ કયા પક્ષને આગામી દિવસોમાં સમર્થન આપશે ? શું રિવાબાને સમર્થન આપી તેઓ ભાજપને સમર્થન આપશે કે પછી અનિરૂદ્ધસિંહના પુત્ર અને નયનાબા ના ભાઈ બની કોંગ્રેસને સમર્થન આપશે ?

READ  લાયસન્સ કઢાવનારા લોકો માટે ખુશખબર, રાજ્ય સરકારે આજથી લાગૂ કર્યો આ નવો નિયમ, જુઓ VIDEO

 

Top News Stories From Mumbai: 18/9/2019| TV9GujaratiNews

FB Comments