હૈદરાબાદમાં દુષ્કર્મ કેસ: ભારતીય ક્રિકેટર્સે રોષ વ્યક્ત કર્યાની સાથે આરોપીની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની કરી માગ

cricketers anger erupted over hyderabad veterinary doctor rape and murder case hyderabad ma dushkarm case indian cricketerse rosh vyakt karya ni sathe aaropi ni virudhh kadk ma kadk karyavahi ni kari mang

હૈદરાબાદમાં તબીબની સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે સમગ્ર દેશ ગુસ્સામાં છે. ત્યારે ફિલ્મ જગતની હસ્તીઓની પ્રતિક્રિયા બાદ હવે ક્રિકેટર્સે મહિલા તબીબની સાથે થયેલી હેવાનિયત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ ઘટનાને શરમજનક ગણાવી છે. કોહલીએ તેમના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે હૈદરાબાદમાં જે કઈ થયું તે ખુબ જ શરમજનક હતું. આ સમય છે કે એક સમાજ તરીકે, પરિવર્તન લાવવું અને આ અમાનવીય દુર્ઘટનાઓનો અંત લાવવો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર

 

https://twitter.com/SDhawan25/status/1200677254042394626?s=20

ત્યારે શિખર ધવને લખ્યું કે આ ખુબ જ દર્દનાક સમાચાર છે. આ સાંભળીને હું ચોંકી ઉઠ્યો અને નિરાશ છું. ગુનેગારોને સજા મળવી જોઈએ. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

ત્યારે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાની પ્રતિક્રિયા આપતા મહિલા તબીબને ન્યાય અપાવવા અને આરોપીની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

READ  કોંગ્રેસે આઠમી યાદી કરી જાહેર, એક સાથે ચાર પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેલ્યો 'માસ્ટર સ્ટ્રોક'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આ મામલે બેદરકારી દાખવનારા ત્રણ પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે.

 

Oops, something went wrong.
FB Comments