આ છે તે 11 ખેલાડીઓ જેમનું વલ્ડૅ કપમાં રમવાનું લગભગ નક્કી

આજે 3 વાગ્યા સુધી જાહેરાત કરવામાં આવશે કે તે ક્યા 15 ખેલાડીઓ હશે, જે ઈંગ્લેન્ડ-વેલ્સમાં યોજાનારા વલ્ડૅ કપમાં ભારતનું નેતૃત્વ કરશે.

આ વખતે વલ્ડૅ કપ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવશે. વલ્ડૅ કપ માટે ખેલાડીઓની પસંદગીની છેલ્લી તારીખ 23 એપ્રિલ છે. બધી જ ટીમોને 23 એપ્રિલ સુધી તેમના 15 ખેલાડીઓને પસંદ કરવાના રહેશે.

 

READ  IND vs NZ: ઓકલેન્ડમાં પ્રથમ ટી-20 મેચમાં વરસાદ બનશે વિઘ્ન?

ભારતીય પસંદગી સમિતિ 8 દિવસ પહેલા જ તેમના 15 ખેલાડીઓના નામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં 11 ખેલાડીઓ એવા છે જેનું ભારતની ટીમમાં સામેલ થવુ લગભગ નક્કી છે. તેથી બધાની નજર બાકીના 4 ખેલાડીઓ પર રહેશે. જેમને 2019ના વલ્ડૅ કપમાં રમવાની તક આપવામાં આવશે.

આ 4 ખેલાડીઓનો નિર્ણય પણ ઝડપી જ કરવામાં આવશે. તે પહેલા જાણીએ કે તે ક્યા 11 ખેલાડી છે જેઓનું વલ્ડૅ કપ 2019માં રમવાનું લગભગ નક્કી છે. તેમાં રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાદવ, હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહના નામ સામેલ હોઈ શકે છે.

READ  ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 580 નવા કોરોના કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 30 હજારને પાર

 

Oops, something went wrong.
FB Comments