પાક વીમાં અંગે કોંગ્રેસનો નવતર વિરોધ: સરકાર સામેના આક્ષેપો ગાડી પર લખ્યા, સમગ્ર રાજ્યમાં આ ગાડી ફેરવીને કરાશે વિરોધ પ્રદર્શન

Crop insurance companies yet to release money, congress stage protest

પાકવીમાને લઈ ખેડૂતો આક્રમક બન્યા છે,, તેવામાં પાકવીમા અંગે કરેલી RTIનો સંતોષકારક જવાબ ન મળતાં કૉંગ્રેસના ધારાસભ્યોએ કૃષિ નિયામક સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત નિરાશાજનક રહી હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે. લલિત વસોયા, લલિત કગથરા, વીરજી ઠુમ્મર સહિત ચાર ધારાસભ્યો અને નેતાઓનું ડેલિગેશન કૃષિ નિયામકને રજૂઆત કરવા માટે કૃષિભવન પહોંચ્યું હતું.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં આજથી પોલીસ ચેકપોસ્ટ બંધ, ફાયદો કે નુકસાન ?

જ્યાં કૃષિ નિયામકે તેમને સંતોષકારજ જવાબો ન આપ્યાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે વીમા કંપનીઓને બચાવવા સરકાર પાકવીમાના આંકડા છૂપાવી રહી છે. સરકારી દબાણના કારણે આંકડાકીય માહિતી મળતી નથી. કૉંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તો બીજીતરફ પાકવીમાના આંકડા અંગે મળેલા સરકારના જવાબને લઈ કૉંગ્રેસ નવતર વિરોધ કરશે. આખા રાજ્યમાં સરકાર વિરોધી લખાણ વાળી ગાડી ફેરવીને કૉંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BJP executive meet begins in Gir-Somnath, eyes Dalit vote bank - Tv9

મહત્વનું છે કે 2018માં ખેડૂત અગ્રણીઓએ માહિતી અધિકાર હેઠળ પાકવીમાની આંકડાકીય માહિતી માગવામાં આવી હતી. જેના જવાબમાં કૃષિવિભાગના અધિકારીએ વિવિધ કલમો હેઠળ સુરક્ષા જોખમાવાનું કારણ આપીને માહિતી નહોતી આપી. અધિકારીના જવાબમાં લખ્યું હતું કે દેશની અખંડિતતા જોખમાશે.. દેશનું સાર્વભૌમત્વ જોખમાશે, દેશની સલામતી જોખમાશે, દેશનું આર્થિક હિત જોખમાશે, વિદેશી રાષ્ટ્ર સાથેના સંબંધ બગડશે, વીમા કંપનીને નુક્સાન થશે.

READ  VIDEO: હોસ્પિટલ મોટી, સુવિધા ઓછી? ડોક્ટરોની કેમ છે ઘટ?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અધિકારીનો જવાબ મળ્યા બાદ કૉંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે RTI હેઠળ માગેલી માહિતીનો જવાબ ન આપીને સરકાર આંકડા છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે. કૉંગ્રેસનું કહેવું છે કે દેશનું આર્થિક હિત જોખમાવાની શક્યતા વ્યક્ત કરીને સરકારે આંકડા આપવાનો ઈન્કાર કર્યો છે. સરકારી અધિકારી તરફથી જે જવાબો મળ્યા હતા તે જવાબો કૉંગ્રેસે જુદી જુદી બે ગાડીઓ પર લખ્યા છે. સાથે જ સરકારની નીતિઓ સામેના આક્ષેપો પણ ગાડી ઉપર લખ્યા છે. આ ગાડીઓ કૉંગ્રેસ આખા રાજ્યમાં ફેરવીને વિરોધ પ્રદર્શન કરશે.

READ  ઝારખંડમાં જમશેદપુર બેઠક પર રસાકસી, કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભ અને અભય સિંહ આપશે ભાજપને ટક્કર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments