પુલવામા આતંકી હુમલામાં જવાનોની શહાદત સામે આક્રોશ અને ગૌરવપૂર્ણ માતમના માહોલ વચ્ચે આ જવાનના પરિવારને મળી ખુશખબર !

14 ફેબ્રુઆરીએ જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આજે પણ ચોતરફ આક્રોશ અને ગૌરવપૂર્ણ શોકનો માહોલ છે, પરંતુ આ માહોલ વચ્ચે એક ખુશીના સમાચાર આવ્યા છે.

ત્યાં એક જવાન એવો પણ હતો જેને તેમના સાથી જવાનો નસીબદાર માની રહ્યાં હતા અને તે કહી રહ્યાં હતા કે તેને ભગવાને બીજી જીંદગી આપી છે. કોન્સટેબલ સુરિંદર યાદવ પણ તે બસમાં તેમના મિત્રો જોડે હતા પણ નસીબે આ જવાનનો સાથ આપ્યો અને થયેલ હુમલામાં જવાન બચી ગયો. CRPFની બસમાં 45 બી બટાલિયનના 5 જવાનોમાં સુરિંદર જ બચી શકયા હતા.

READ  કોરોના વાયરસ: ગુજરાતમાં વધુ 46 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ઉતર પ્રદેશના દેવરિયા જીલ્લાનો રહેવાસી સુરિંદર યાદવનું નામ પણ તે બસમાં સવાર જવાનોની યાદીમાં સામેલ હતું. જે કારણે લોકોએ તેમને શહીદ માની લીધા હતા પણ તેમને કાજીગુંડમાં બસ બદલી હતી અને આ આતંકી હુમલાથી બચી ગયા હતા. આ હુમલા વિશે જાણકારી આપતા સુરિંદર રડી પડયા હતા. તેમને જણાવ્યું હતું કે જે બસને નિશાન બનાવવામાં આવી હતી તે તેની પાછળની ત્રીજી બસમાં તેમના મિત્રો સાથે હતા. અચાનક હુમલો થવાનો અવાજ સંભળાયો એક આગનો મોટો ભડકો થયો અને તે બસના ટુકડા દુર દુર સુધી પડયા હતા.

READ  VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

[yop_poll id=1687]

Oops, something went wrong.

FB Comments