મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’માં તૈનાત ગુજરાતના CRPF જવાનનું ગોળી વાગતા મોત

CRPF jawan in Mukesh Ambanis security dies as rifle goes off accidentally mukesh ambani na gar antilia ma tainat gujarat na CRPF javan nu goli vagta mot

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કમાન્ડોનું સર્વિસ વેપનમાંથી ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પોલીસ પ્રમાણે બુધવારે સાંજે અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા બહાર CRPFના કોન્સ્ટેબલ દેવન રામભાઈ બકોતરાની ઓટોમેટિક રાઈફલમાંથી ભૂલથી ગોળીઓ ચાલી ગઈ હતી. છાતીમાં બે ગોળી લાગ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

READ  CCTV: વાપીમાં ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને લીધા અડફેટે, દંપતીનું ઘટનાસ્થળે નિપજ્યું મોત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તપાસમાં બહાર આવ્યું હતું કે દેવન અથડાઈને પડી ગયો હતો, જેનાથી તેની ઓટોમેટિક રાઈફલમાંથી ગોળીઓ છૂટી ગઈ હતી. બે ગોળી તેની છાતીમાં વાગી. તેના સાથી સુરક્ષાકર્મીએ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો. જ્યાં બુધવારે મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ગુરૂવારે ઓટોપ્સી બાદ દેવનનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. દેવન ગુજરાતના જૂનાગઢના રહેવાસી હતા અને 2014માં CRPFમાં સામેલ થયા હતા.

READ  અજાણ્યા લોકોથી સાવધાન! અજાણ્યા વ્યક્તિ આપના ઘરમાંથી કરી શકે છે ચોરી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

આ પણ વાંચો: ગુજરાતના આ ધાર્મિક સ્થળોની આસપાસ ભિક્ષુકોને ભિક્ષા માંગવા પર પ્રતિબંધ

FB Comments