ઓનલાઈન ખરીદી કરવાના શોખીન છો તો રાખો આ ધ્ચાન નહીં તો બેંક ખાતું થઈ જશે ખાલી

Flipkart Delivered Wrong Product to Customer
તસવીર પ્રતીકાત્મક છે.

જ્યારે પણ ઓનલાઈન શોપિંગની વાત આવે ત્યારે ફ્લિપકાર્ટ અને અમેઝોન વેબસાઈટ કેવી રીતે ભૂલી શકાય? આ વેબસાઈટમાંથી તમે પણ મોંઘી વસ્તુઓ ઘર બેઠાં મગાવતા હશો. ફ્લિપકાર્ટ અને અમેઝોનના નામે છેતરપિંડી થઈ રહી છે તેના વિશે પણ તમારે જાણી લેવું જોઈએ. જેથી કરીને તમારા ખાતામાં રહેલાં પૈસા ગુમાવવાનો વારો ન આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમરાઈવાડીમાં પ્રચાર પહેલા જ વિવાદ…ભાજપના ઉમેદવાર જગદીશ પટેલના ખાસ કાર્યકર પાર્ટીમાંથી સસ્પેન્ડ

સોશિયલ મીડિયામાં ઘણી એવી લીંક બનાવવામાં આવે છે કે નકલી વેબસાઈટ બનાવવામાં આવે છે જે ફ્લિપકાર્ટ કે અમેઝોન જેવી જ દેખાઈ છે. બાદમાં લોભામણી જાહેરાતોની સાથે લોકોને આ લીંક મોકલવામાં આવે છે. સેલ ચાલી રહ્યો છે એમ કહીને વોટસએપ, ફેસબુક વગેરે સોશિયલ મીડિયા માધ્યમો પર લોકોને આ લીંક મોકલાઈ રહી હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં ઓછા પૈસા વસ્તુ મળી રહી છે એવી લાલચ આપવામાં આવે છે.

READ  VIDEO: લીંબડી-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, રાજ્યમાં આજે ત્રણ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

માત્ર ઓછા રુપિયામાં આવી નકલી વેબસાઈટ તમારા પૈસા તડફાવી શકે છે. જ્યારે તમે ઓર્ડર કરો તો તેમાં કશું જ મળશે નહીં અને તમે આવી નકલી લીંકના શિકાર બની જશો. સેલ ચાલી રહ્યો છે અને સસ્તી વસ્તુ મળે છે આવી કોઈ લીંક તમારા ફોનમાં આવે તો ધ્યાન રાખીને તેને ક્લીક કરવાનું ટાળશો. કોઈપણ આવી લીંકમાં તમારા ખાતા અંગેની કે બેંકની ડિટેલ્સ ભરવી નહીં કારણ કે આ ડિટેલ્સ સેવ પણ થતી હોય છે. જેના લીધે તમારા ખાતામાંથી કોઈ અન્ય પૈસા ઉપાડી શકે છે.

READ  Amazon-Flipkart પર ભારે ડિસ્કાઉન્ટની સાથે શોપિંગ કરનારાના 1 ફેબ્રુઆરીથી 'અચ્છે દિન' નો આવ્યો અંત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ રીતે રહો દાખવો કાળજી, બચી જશે તમારા પૈસા

જો તમારે ખરીદી કરવાની હોય તે કંપની વેબસાઈટ પર જ જવું અથવા તો તે કંપનીના એપ મારફતે જ આવી ખરીદી કરવી. ઘણાં લોકો આવી ફેક લીંકના શિકાર બને છે અને પોતાના પૈસા ગુમાવે છે. ખાસ કરીને સ્પેલિંગ ચેક કરો અને ત્યારબાદ તે વેબસાઈટ પર જાઓ. સેલ દરમિયાન જ આવા ફ્રોડ ચાલુ થાય છે તેથી સાવચેતી રાખવી જરુરી છે.

READ  સાવધાન ! ઇંટરનેટ પર ફરી રહી છે એક એવી ખતરનાક APP કે જેને ડાઉનલોડ કરતા જ તમારૂં બૅંક ખાતું થઈ જશે ખાલી, લોકોના હજારો કરોડ રૂપિયા પર તોળાતો ખતરો !

 

 

Oops, something went wrong.
FB Comments