આગામી 6 કલાકમાં સૌથી ભીષણ રૂપમાં હશે સાઈક્લોન ‘અમ્ફાન’, ઓડિશામાં 11 લાખ લોકોને બચાવવાની તૈયારી

cyclone amphan will be xtremely severe cyclonic storm in next 6 hours Aagami 6 kalak ma sauthi bhishan roop ma hase cyclon amphan odisha ma 11 lakh loko ne bachavani taiyari

ભારતના હવામાન વિભાગે ચેતણવી આપી છે કે બંગાળની ખાડીના મધ્યભાગોથી ઉભું થયેલું ચક્રવાતી વાવાઝોડું ‘અમ્ફાન’ આગામી 6 કલાકમાં ગંભીર વાવાઝોડામાં બદલાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આ સમયમાં ઓડિશાના પારાદીપથી લગભગ 870 કિલોમીટર દુર છે. આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે આ સતત વધતું રહેશે અને આગામી 24 કલાકમાં અત્યંત ગંભીર વાવાઝોડું બની શકે છે. જેને એક્સટ્રીમલી સીવિયર સાઈક્લોનિક સ્ટોર્મ (ESCS)પણ કહેવામાં આવે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IND Vs SL : ભારતે 2-0થી શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ પર મેળવ્યો કબ્જો!

અમ્ફાનના કારણે ઓડિશાના 12 જિલ્લાઓને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં 567 ચક્રવાત અને ફ્લુડ શેલ્ટર સિવાય 7,092 ઈમારતો લોકો માટે ઉપલબ્ધ છે. ઓડિશા સરકારે કહ્યું કે તે 11 લાખ લોકોને નિકાળવા માટે તૈયાર છે, જે ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત થઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત અને વડોદરાની APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.3150, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

ત્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં NDRFની 17 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં રવિવારે જ તેની અસર ઘણી જગ્યાએ જોવા મળી છે. ઘણા રાજયોમાં ભારે પવનો ફુંકાયા હતા. હવામાન વિભાગે સાઈક્લોન અમ્ફાનને લઈને એલર્ટ જાહેર કરેલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! 'ક્યાર' વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO

 

Oops, something went wrong.

 

FB Comments