મહારાષ્ટ્રમાં ‘નિસર્ગ’ વાવાઝોડાની અસર શરૂ, મુંબઈ, કોંકણમાં શરૂ થયો વરસાદ

cyclone developing in arabian sea to enter the western regions of the india Maharashtra ma nisarga cyclone ni asar sharu mumbai, kokan ma sharu thao varshad

પશ્ચિમ બંગાળમાં તાજેત્તરમાં આવેલા ‘અમ્ફાન’ વાવાઝોડા પછી દેશમાં વધુ એક ‘નિસર્ગ’ વાવાઝોડું આવી શકે છે. આ વાવાઝોડું અરબસાગરમાં બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. મુંબઈના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે અને ઘણી જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. માછીમારોને દરિયામાં જવા પર મનાઈ છે.

READ  VIDEO: હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણો આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ
Cyclone Nisarga Surat beaches closed for tourists
પ્રતિકાત્મક તસ્વીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાવાઝોડાની અસર પણ શરૂ થઈ ગઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના કોંકણમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ વાવાઝોડું 3 જૂને સાંજે અથવા રાત્રે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે ટકરાવાની સંભાવના છે. વાવાઝોડું ટકરાવવાથી મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારે ભારે વરસાદ પડશે.

READ  માતા અને પુત્રએ સાથે મળીને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી, પતિએ આપ્યો અભ્યાસ માટે ટેકો 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે 4 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જે માછીમારો હાલમાં અરબ સાગરમાં ગયા છે, તેમને તરત જ પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ દરિયામાં 4 જૂન સુધી સ્થિતી ખુબ ખરાબ રહેવાની સંભાવના છે.

READ  ચોરને આવી રીતે સાઈકલની ચોરી કરતા તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments