ફાની વાવાઝોડાને લઈને 8 લાખ લોકોનું સ્થળાંતર કરાશે, NDRFની 74 ટીમ ખડેપગે

ઓડિશાના કિનારામાં ફેની વાવાઝોડાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયુ છે. કિનારા અને નીચા વિસ્તારોમાં રહેવાવાળા લગભગ 8 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવશે.

મુખ્યમંત્રી નવીન પટનાયકના નેતૃત્વમાં સચિવાલયમાં થયેલી હાઈ-લેવલ મીટિંગમાં આ નક્કી કરવામાં આવ્યુ હતું. હેલ્થ વિભાગના કર્મચારીઓની 15 મે સુધીની રજાઓ રદ કરી દેવાઈ  છે અને જે કર્મચારી રજા પર ગયા છે તેઓ ઝડપી જ પરત ફરશે. કોઈ પણ આકસ્મિક સ્થિતીને પહોંચી વળવા માટે સેનાને પુરી રીતે તૈયાર કરવામાં આવી છે. ભૂવનેશ્વરના હવામાન વિભાગના ડાયરેક્ટર એચ.આર.બિસ્વાસે જણાવ્યું કે દક્ષિણ ઓડિશાના મોટાભાગના કિનારાવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

READ  ગુજરાતમાં કોગ્રેસને વિધાનસભા ચૂંટણીમા મોટો ફાયદો પહોંચાડનાર હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિમુર્તી વિખેરાઈ, લોકસભા પહેલા એક નો પણ ન દેખાયો દમ. 

ફેની વાવાઝોડુ ઓડિશાના કિનારા પર ગોપાલપુર અને ચાંદબલીમાં આવવાની સંભાવના છે. ફેની વાવાઝોડાની ઝડપ 175થી 185 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હશે, જે 205 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

 

 

તે સિવાય અત્યાર સુધી 103 ટ્રેનોને રદ કરવામાં આવી છે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયા કિનારાવાળા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આંધ્રપ્રદેશના 4 સંવેદનશીલ જિલ્લામાં જ્યાં ફેની વાવાઝોડુ ટકરાવવાની સંભાવના છે. ત્યારે NDRFની ટીમો ગામમાં પહોંચી ગઈ છે. NDRFની 41 ટીમ આંધ્રપ્રદેશમાં, ઓડિશામાં 28 ટીમ અને પશ્ચિમ બંગાળમાં 5 ટીમ તૈનાત કરવામાં આવી છે.

READ  મ્યાનમારમાં વિમાન દુર્ઘટનાઃ પાઈલટે વારંવાર ગિયર ખોલવાની કોશિશ કરી પરંતુ અંતે વિમાન રન-વે પર ધસડાયું

 

PM Modi's gesture of picking flowers from the carpet left many inspired in Houston, USA| Tv9Gujarati

FB Comments