‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

Cyclone Maha: 17 NDRF teams from Pune, Bhatinda and Haryana deployed in Gujarat to handle exigencies

મહા વાવાઝોડું ભલે ગુજરાત આવતા નબળું પડી જાય પરંતુ પ્રશાસન સંપૂર્ણ પણે સજ્જ થઈ ગયું છે. હાલ રાજ્યમાં NDRFની કુલ 15 ટીમ તૈનાત છે અને હજુ બીજી 17 જેટલી ટીમ બહારથી આવશે. હરિયાણા અને ભટીંડાથી NDRFની 6-6 ટીમ ગુજરાત આવશે.

આ પણ વાંચો: ‘મહા’ વાવાઝોડાની અસર: કચ્છ જિલ્લાના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ, જુઓ VIDEO

ભટીંડાથી આવનારી ટીમ વિમાન મારફતે અમદાવાદ આવશે જ્યારે હરિયાણાથી આવનારી ટીમ દિલ્લી થઈને જામનગર ઉતરશે. તો પુનાથી પણ પાંચ ટીમ ગુજરાત આવશે. એમ રાજ્યમાં NDRFની કુલ 32 જેટલી ટીમ ખડેપગે રહેશે. આ 32 ટીમ પૈકી પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ અને દીવમાં 2-2 ટીમ તૈનાત રહેશે. જ્યારે દ્વારકા, બોટાદ, જામનગર, રાજકોટ, મોરબી, વલસાડ, નવસારી, આણંદ, ખેડા, અમદાવાદમાં 1-1 ટીમ તૈનાત રહેશે જ્યારે ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ ખાતે 2-2 ટીમ રિઝર્વ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments