VIDEO: વડોદરામાં ‘મહા’ વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જરોદ ખાતે NDRFની 12 ટીમો સ્ટેન્ડ બાય પર

Cyclone Maha : NDRF teams on toes in Vadodara to tackle any situation

મહાવાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે, ત્યારે NDRFની ટીમો પણ બચાવ કામગીરી માટે સર્તક છે. વડોદરા નજીક આવેલા NDRFના બેઝ કેમ્પમાં 12 ટીમોને સ્ટેન્ડ ટુ રાખામાં આવી છે. આ ટીમોમાંથી 10 ટીમને રાજ્ય સરકારના આદેશ બાદ જે પ્રભાવિત વિસ્તાર છે ત્યાં મોકલી આપવામાં આવશે. જ્યારે અન્ય 2 રીઝર્વ મુકવામાં આવી છે. આ દરેક ટીમે પાસે બોટ, ટ્રી કટિંગ મશીન અને લાઇફ જેકેટ આપવામાં આવ્યાં છે. દિલ્લી અને પુણાથી પણ NDRFની ટીમ જરૂર પડશે તો બોલાવવામાં આવશે.

READ  VIDEO: ગૌચર જમીન પર થતાં દબાણને ધ્યાને લઈ સરકારનો નિર્ણય, હવે ડ્રોનની મદદથી જમીન માપણી થશે

આ પણ વાંચો: VIDEO: ડેન્ગ્યુનો કહેર યથાવત, દાહોદમાં 11 દિવસમાં 24 લોકો ડેન્ગ્યુના ભરડામાં

બીજી તરફ વડોદરામાં કોર્પોરેશનમાં અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ હતી. જેમાં મેયર, ડે.મેયર અને મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યાં હતા. આ બેઠકમાં વાવાઝોડા સમયે ઝાડ, વીજળીના પોલ પડવા જેવી ઘટનાઓને પહોંચી વળવાની ચર્ચા કરાવામાં હતી. સાથે જ ફાયર વિભાગ સાથે પણ ખાસ ચર્ચા કરાવામાં આવી હતી. સાથે જ તંત્ર દ્વારા શહેરમાં લાગેલા હોરડિંગ્સ ઉતારી લેવાની પણ સૂચના અપાઇ છે.

READ  પશ્ચિમ બંગાળ તરફ આવી રહ્યું છે બુલબુલ વાવાઝોડું, કોલકાત્તા એરપોર્ટ કરાયું બંધ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments